તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કભાસ્કર ન્યૂઝ | વિસનગર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કભાસ્કર ન્યૂઝ | વિસનગર

રાજસ્થાનનીપીસી એન્ડ પીએનડીટીની ટીમે સોમવારે વિસનગરની આનંદ હોસ્પિટલના તબીબ ડો. જે.સી. પટેલ અને વચેટિયા નિરવ પ્રવિણભાઇ પટેલને ગર્ભ પરીક્ષણના કેસમાં ઝડપી લીધા હતા. રાજસ્થાનની ટીમે આવીને દરોડા પાડતાં હોસ્પિટલમાં મોટો હોબાળો મચી ગયો હતો અને ધારાસભ્ય સહિત અગ્રણીઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા. જોકે, રાજસ્થાનની ટીમે કાયદાની જોગવાઇ જણાવતાં ત્રણ કલાકની જહેમત પછી પોલીસ તબીબ અને વચેટિયાને લઇ સિરોહી રવાના થઇ હતી. મંગળવારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

વિસનગરના તબીબ ડો. જે.સી. પટેલ રાજસ્થાનના બાડમેરની મહિલાઓનું ગર્ભ પરીક્ષણ કરતા હોવાની એડિશનલ એસપી અને પીસી પીએનડીટીના નોડલ ઓફિસર રઘુવીરસિંહને માહિતી મળી હતી. જેથી તેમને રાજસ્થાન મેડિકલ વિભાગના સ્પેશિયલ સેક્રેટરી નવીન જૈનની મંજૂરી લઇ વેરીફિકેશન કરવાની સૂચના આપી હતી. જેના આધારે સોમવારે રઘુવીરસિંહે પીસી પીએનડીટી થાણા ઇન્ચાર્જ ઉમેશ નિઠારવાલ, ક્રાઇમ બ્રાંચના પ્રભારી વિક્રમસિંહ અને એનજીઓ કાર્યકર્તા પૂજા કુમાવત સાથે તબીબની હોસ્પિટલમાં દરોડો પાડી તબીબ અને વચેટિયાને પકડી પોલીસ સ્ટેશન લઇ આવ્યા હતા.

ડો. જે.સી. પટેલ વચેટિયો નિરવ

15 હજાર તબીબ, 5 હજાર વચેટિયો લેતો

ગર્ભપરીક્ષણ માટે તબીબ રૂ.15 હજાર લેતો હતો. જ્યારે વચેટિયો રૂ.5 હજાર લેતો હતો. રકમ પણ પોલીસે જપ્ત કરી છે. સાથે પોર્ટેબલ સોનોગ્રાફી મશીન પણ જપ્ત કરાયું છે. છેલ્લા ત્રણ મહિનાથી સ્પેશિયલ ટીમ આના પાછળ લાગેલી હતી.

રાજસ્થાનના ગામડાઓમાંથી ગર્ભ પરીક્ષણ માટે વિસનગરના તબીબના ત્યાં જવાની માહિતી પીસી પીએનડીટી સ્પેશિયલ ટીમને મળી હતી. એટલે બાડમેરની ગર્ભવતી મહિલાની તપાસ માટે વચેટિયા નીરવ પટેલ સાથે વાત કરાઇ હતી. વચેટિયાએ ગર્ભવતીને આબુ રોડ બોલાવી એક દિવસ ત્યાં રોકાયા પછી તપાસની ના પાડી દીધી. પછી પાલનપુર અને છેલ્લે ઊંઝા બોલાવી. ભ્રૂણ પરીક્ષણના 10 સફળ સ્ટિંગ ઓપરેશન કરી ચુકેલી એનજીઓ વર્કર પૂજા કુમાવત ગર્ભવતી મહિલા સાથે હતી. આખરે જ્યારે વચેટિયા અને તબીબને ભરોસો બેસી ગયો કે હવે સોનોગ્રાફી કરવામાં કોઇ બીક નથી તો મહિલાને ઊંઝાથી વિસનગર બોલાવવામાં આવી અને તપાસ કરી જણાવી દીધું કે છોકરો છે. તપાસ પૂર્ણ થતાં પૂજા કુમાવતે સ્પેશિયલ ટીમને સિગ્નલ આપી દીધું. ટીમ તબીબને પકડીને પોલીસ સ્ટેશન લઇ આવી.

આવી રીતે થયું સ્ટીંગ ઓપરેશન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો