તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેસાણા પોલીસને ધક્કો મારીને કેદી ભાગવાનો મામલો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિવિલના CCTV ફૂટેજે રહસ્ય સર્જ્યંુ માત્ર પોલીસ દેખાઇ, ભાગેલો કેદી નહીં

મહેસાણાસિવિલમાંથી શનિવારે જાપ્તા પોલીસને ધક્કો મારીને ભાગેલો કેદી સિવિલના સીસીટીવી ફૂટેજમાં જણાતો નથી. જ્યારે જાપ્તામાં રહેલા બે પોલીસ મુખ્ય દરવાજા પાસે ઉભેલા કેમેરામાં કેદ થયેલા હોઇ કેદી ભાગ્યો કે કેમ તે અંગે સવાલ ઉઠ્યા છે.

વાહનચોરીના આરોપી મંગાજી હીરાજી ઠાકોર પેટમાં દુ:ખાવાની ફરિયાદ કરી જાપ્તા પોલીસને ધક્કો મારીને સિવિલમાંથી ભાગી જવાની ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસ પકડી શકી નથી. એએસઆઇ ધરમસિંહભાઇ દેસાઇએ સોમવારે તપાસના કામે સિવિલમાંથી બનાવ સમયના ફૂટેજ મેળવ્યા હતા. જેમાં અત્રેના ટ્રોમા સેન્ટર, મુખ્યગેટ, મેટરનિટી વોર્ડ, ઓટીમાં લગાવેલા કુલ 4 સીસીટીવી કેમેરાના મધરાત્રી સમયના ફૂટેજની ચકાસણી કરતાં ચોંકાવનારી વિગતો ખુલી હતી. જેમાં ફૂટેજમાં કેદી ક્યાંય દેખાતો નથી. જ્યારે જાપ્તા પોલીસ રાત્રે 3.36 કલાકે સિવિલના મુખ્ય ગેટ પાસે જોવા મળે છે. જેથી કેદી ભાગ્યો તો કયા માર્ગે ભાગ્યો, તે ભાગ્યો કે પછી ભગાડ્યો, ભાગ્યો તો કેમેરામાં કેમ નહીં સહિતના અનેક સવાલોનો જવાબ ભાગેલો કેદી ઝડપાયા બાદ મળી શકશે તેમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો