તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ધુમાસણ પાસે ટાયરની હવા નીકળી જતાં ગાડીએ પલટી ખાધી,1નુંુ મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધુમાસણ પાસે ટાયરની હવા નીકળી જતાં ગાડીએ પલટી ખાધી,1નુંુ મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદના પરિવારને અકસ્માત, 3ને ઇજાઓ

કડીતાલુકાના ધુમાસણ હાઇવે પરથી જતી ગાડીના ટાયરની અચાનક હવા નીકળી જતા પલટી મારી ગઇ હતી. જેનાથી વાહનચાલકના પિતાનુ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેની માતા તેમજ ભાઇઓને ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે નંદાસણ પોલીસે ઘટનાસ્થળે દોડી આવી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

કડી તાલુકાના ધુમાસણ હાઇવે નજીક રાજપુર સીમ પાસેથી પસાર થઇ રહેલા કામેશ અજીતભાઇ શાહ (રહે. સાબરમતી, અમદાવાદ)ની ગાડીની ગત બપોર બાદ 4:30 વાગ્યાના અરસામા અચાનક હવા નીકળી ગઇ હતી, જેનાથી પૂરપાટ ઝડપે જઇ રહેલી ગાડી પલટી મારી ગઇ હતી. ગાડી પલટાતા અંદર બેઠેલા કામેશભાઇના પિતા અજીતભાઇનુ મોત થયુ હતુ જ્યારે તેમની માતા અને ભાઇઓને અકસ્માતને પગલે ઇજાઓ પહોંચી હતી. ઘટના બાદ નંદાસણ પોલીસે કેસ નોંધી આગળની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો