• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • માણસાના ચરાડામાં મોબાઇલ વાપરવા નહીં આપતા યુવાન પર હુમલો

માણસાના ચરાડામાં મોબાઇલ વાપરવા નહીં આપતા યુવાન પર હુમલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માણસાપાસેના ચરાડા ગામમાં બુધવારે સવારના સુમારે ચામુંડાનગરમાં રહેતા એક યુવક પાસે ત્યાંથી પસાર થતા સમયે રસ્તામાં બેસેલા કેટલાક શખ્સોમાંથી કોઇએ તેની પાસે મોબાઇલ વાપરવા માટે માંગણી કરી હતી. યુવકે પોતાને કામ છે અને મોડુ થતુ હોઇ તે મોબાઇલ આપી શકશે નહી તેમ કહેતા ઉશ્કેરાયેલા ચારેય યુવકોએ ભેગા મળી તેને ગાળો બોલી લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં યુવકે બાબતે માણસા પોસ્ટે આવી ચારેય શખ્સો વિરૂધ્ધ અંગે ફરીયાદ નોંધાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, માણસા તાલુકાના ચરાડા ગામે ચામુંડાનગરે રહેતાં સુરેશભાઇ નારાયણભાઇ રાવળ બુધવારે સાતેક વાગ્યાના સુમારે નિત્યક્રમ મુજબ ઘરેથી જઇ રહ્યા હતા. ત્યારે ત્યાં રસ્તામાં બેઠેલા રાજુજી પથાજી ઠાકોરે તેની પાસેથી તેનો મોબાઇલ વાપરવા માટે માગ્યો હતો. સુરેશે મોબાઇલ આપવાની ના પાડતાં રાજુ સહિત તેની સાથે બેઠેલા બળવંતજી પથાજી ઠાકોર, ગૌતમજી રામાજી ઠાકોર તથા ગોવિંદજી ઠાકોરે ભેગા મળી મોબાઇલ આપવાની કેમ ના પાડે છે તેમ કહી ઉશ્કેરાઇ ગાળો બોલવા લાગ્યા હતા. સુરેશે તેઓને ગાળો બોલવાની ના પાડતાં તેમની પાસેની લાકડી વડે તેના પર હુમલો કરી ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેનાથી ઘવાયેલા સુરેશે સ્થળ પરથી પોતાનો છુટકારો મેળવી તાત્કાલીક માણસા પોલીસ સ્ટેશન પહોચી હુમલાખોર શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધાવ્યો હતો. જે અંગે પોલીસે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...