તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાટણમાં 45 મોબાઇલ ચોરનારા સમૌના 3 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંપાટણ શહેરના તિરૂપતિ બજારમાં આવેલ રાહત મોબાઇલ શોપ નામની દુકાનમાં રૂ. 5.27 લાખના મોબાઈલ ફોનની ચોરીની ઘટના બની હતી.જેમાં સંડોવાયેલા ડીસા તાલુકાના મોટા સમૌ ગામના ત્રણ શખસોને પાટણ એલસીબી પોલીસ દ્વારા બાતમી આધારે ભાટસણ ગામ નજીકથી પકડી પાડવામાં આવ્યા છે.આ શખશોની પુછપરછમાં એકમાસ અગાઉ કુંવારા ગામે થયેલ ATM તોડવાનો પ્રયાસ અને સમૌ ગામે શાળામાંથી 10 કોમ્પ્યુટરની ચોરીના મામલામાં પણ શખસોની ભૂમિકા ખૂલી છે.

પાટણ શહેરના સિધ્ધપુર ચોકડી નજીક આવેલા તિરૂપતિબજારની રાહત મોબાઈલ દુકાનમાં ગત 22 ઓગસ્ટે રાત્રી ના સમયે તસ્કરોએ તાળા તોડી રૂ.527980 કિંમતના 45 મોબાઈલ ચોરી ગયા હતા.આ ઘટનામાં એલસીબી પોલીસે બાતમીના આધારે ભાટસણ પાસેથી બાઇક પર ચોરીના મોબાઇલ વેચવા માટે નીકળેલા ડીસા તાલુકાના અમરાણીપુરા સમૌ ગામના જબારસિંહ ભારતસિંહ જાદવ, મોટા સમૌના રાજૂસિંહ મોહનસિંહ જાદવ અને સંજયસિંહ સુરજજીને પકડી પાડયા હતા. તેમની પાસેથી 45 નંગ મોબાઇલ મળી આવતાં પોલીસે પૂછપરછ કરતાં પાટણથી ચોરી કર્યાનું જણાવ્યું હતું. તે શખસો પાસેથી ઇયરફોન, ચાર્જર, કવર મળી કુલ રૂ.4,91,300નો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે ગુનામાં ઉપયોગમાં લીધેલ બાઇક પણ કબજે કર્યું છે. એક માસ અગાઉ જબારસિંહ,રાજુસિંહ અને સમૌના કિર્તિસિંહ ભારતસિહ જાદવે કુંવારામાં કોર્પોરેશન બેન્કનું ATM તોડવાનો પ્રયાસ કર્યો હતો. સમૌ શાળામાંથી 10 કોમ્પ્યુટરની ચોરી કર્યાની કબૂલાત કરી છે.

4.91 લાખના મોબાલઇ સાથે પોલીસે 3 આરોપીને પકડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...