તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • સિદ્ધપુરમાં જમીનના ઝઘડામાં 1.70 લાખની મત્તા લૂંટાઇ, 5 સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધપુરમાં જમીનના ઝઘડામાં 1.70 લાખની મત્તા લૂંટાઇ, 5 સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિદ્ધપુરનારહીશને જમીનની અગાઉથી ચાલી આવતી તકરારમાં શુક્રવારે મોડી સાંજે પાંચ શખ્સો દ્વારા હુમલો કરી લાયસન્સવાળી રિવોલ્વર સોનાની ચેન તેમજ રોકડ મળી કુલ રૂ. 1,70,000 ની મતાની લૂંટ ચલાવી માર મારવાની ઘટના બની હતી.

સિદ્ધપુર શહેરની ગુરૂકૃપા સોસાયટીમાં રહેતા, ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરતા નવિનચંદ્ર દશરથલાલ મોદી સિધ્ધપુર તાલુકાના કોટ ગામની સીમમાં ખેતી કરાવતા હતા જે ખેતરની બાજુમાં રહેતા ગાંડાજી સરતાનજી ઠાકોર અને કેશાજી સરતાનજી ઠાકોર સાથે જમીનના કબ્જા બાબતે તકરાર થતી હતી. શુક્રવારે સાંજે 4 વાગ્યે નવિનભાઇ તેમની સ્વીફટ ગાડી લઇને કોટ ગામના ખેતર તરફ ગયા હતા અને જયાંથી પરત ફરી રહ્યા હતા અને આંકવી ગામ તરફ જતા રોડ ઉપર ગામથી આશરે અઢી કિ.મી.દૂર ચોકડી પરથી પસાર થતા હતા ત્યારે એક મેટાડોર( જીજે 2 વી 5976) ના ચાલકે પૂરઝડપે ચલાવી સ્વીફટ ગાડીને ટકકર માર્યા બાદ મેટાડોરમાંથી ગાંડાજી સરતાનજી ઠાકોર , કેશાજી ઠાકોર, કપૂરજી ઠાકોર, ખેંગારજી ઠાકોર અને ઝુઝારજી ઠાકોર હાથમાં લોખંડની પાઇપ અને ડંડા લઇને આવી નવિનભાઇને ગાડીમાંથી બહાર કાઢીને અમારી જમીન પરનો કબ્જો છોડી દે તેમ જણાવી મારવા લાગ્યા હતા જેમાં નવિનભાઇએ બૂમાબૂમ કરી દેતાં હુમલાખોરો ખિસ્સામાંથી રૂ.10,000 રોકડા, સોનાનો દોરો તથા લાયસન્સવાળી રીવોલ્વર 12 જીવતા કારતૂસ આંચકી લૂંટ કરી ધમકી આપી નાસી છૂટયા હતા.

ઘટના અંગે સિદ્ધપુર પોલીસ મથકે ગુન્હો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો