તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Kadi એરંડાની ચોરી કરતી ટોળકી ગેંગના 5 સાગરીત ઝડપાયા, 5 ચોરીઓ કબુલી

એરંડાની ચોરી કરતી ટોળકી ગેંગના 5 સાગરીત ઝડપાયા, 5 ચોરીઓ કબુલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા |મહેસાણા એસઓજીએ આગલોડ ચોકડી પાસેથી ઝડપેલ એરંડા ચોર ટોળકીના 5 સાગરીતોએ મહેસાણા અને હિંમતનગર સહિત 5 સ્થળેથી એરંડા ચોરી હોવાની કબુલત કરી હતી.પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કરવા સહિતની કાર્યવાહી કરી હતી

પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કરવા તજવીજ કરી મહેસાણા અને હિંમતનગર સહિતની ચોરીઓ કબુલી
આગલોડ તરફ જવાના રસ્તે કોઇની રાહ જોઇને ઉભેલા 5 શખ્શોએ જેપુર હાઇવે પર આવેલ વેલકમ પેઢીમાંથી એરંડાની ચોરી કરી હોવાની બાતમી મળતા એસઓજીએ કોર્ડન કરીને ઝડપી લીધા હતા.પુછપરછમાં અજયસિંહ બાબુસિંહ ચૌહાણ(આરસોડીયા, ઇડર), જયદીપસિંહ સુભાષસિંહ રાઠોડ (મહુડી),ઉમેશ ઉર્ફે ડેકો બાબુભાઇ રાવળ (દેવપુરા શાળાની બાજુમાં), સિદ્ધાર્થસિંહ ઉર્ફે સંધુ ઉર્ફે ચકો (દેવપુરા), સંજયભાઇ ઉર્ફે સુધીર બાબુભાઇ રાવળ, (દેવપુરા ) હોવાનું અને તેમને મહેસાણા અને સાબરકાંઠામાંથી 5 અેરંડા ચોરીઓ કબુલી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા તજવીજ કરી હતી. ડીએસપી નિલેષ જાજડીયાએ આપેલી સૂચના અંતર્ગત એસઓજી PSI ચંપાવત, ASI કેશરીસિંહ, જવાનસિંહ, હેમેન્દ્રસિંહ, નારણસિંહ પેટ્રોલિંગમાં હતા તે સમયે આ ચોર ટોળકી ઝડપાઈ હતી.

ચોરીનો માલ વિજાપુર માર્કેટયાર્ડમાં વેચ્યા
એરંડા ચોરોએ વિજાપુર માર્કેટયાર્ડમા વેચાણ આપ્યા હોવાનું ખુલ્યુ હતું. સાથોસાથ એરંડા ચોરીઓમા આકાશસિંહ રાઠોડ ,અર્જુનસિંહ રાઠોડ,ગણપતસિંહ ઉર્ફે ગપો રાઠોડ,વિરેન્દ્રસિંહ ઉર્ફે ભાણો ઝાલાના નામ ખુલ્યા છે જે પૈકીના બે હાલમા એટ્રોસીટીના ગુનામાં મહેસાણા સબજેલમાં રખાયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...