તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • નશામાં ડ્રાઈવિંગ કરતાં પકડાતાં સ્વિડનના શિક્ષણ મંત્રીનું રાજીનામું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નશામાં ડ્રાઈવિંગ કરતાં પકડાતાં સ્વિડનના શિક્ષણ મંત્રીનું રાજીનામું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વીડનનીપહેલી મુસ્લિમ મંત્રી આઇદા હૈદજિયાલિકે શનિવારે રાજીનામું આપી દીધું. તેઓ શિક્ષણ મંત્રી હતા. તેમણે એટલા માટે રાજીનામું આપ્યું કે તેઓ શરાબના નશામાં કાર ચલાવતા હતા અને પોલીસે તેમને પકડી લીધા હતા. આઇદા સ્વીડન સરકારમાં સૌથી યુવા મંત્રી હતા. તેઓ માત્ર 29 વર્ષના છે. રાજીનામું આપતાં તેમણે કહ્યું કે, ‘મેં મારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરી છે. તેનાથી ઘણા લોકો નિરાશ થયા હશે.

મારાથી જે કંઇ થયું તેનું મને ખૂબ દુ:ખ છે.’ આઇદા હાઇ સ્કૂલમાં હતા ત્યારથી સોશિયલ ડેમોક્રેટ યુથ મૂવમેન્ટ સાથે જોડાયા હતા. 23 વર્ષના હતા ત્યારે કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. બે વર્ષ અગાઉ 27 વર્ષની વયે દેશના સૌથી યુવા મંત્રી બન્યા હતા.

સ્વિડનમાં 2 વર્ષમાં ચોથા મંત્રીનું રાજીનામું

સ્વીડનમાંહાલની સરકારના બે વર્ષમાં રાજીનામું આપનારા આઇદા ચોથા મંત્રી છે. અગાઉ નાયબ વડાપ્રધાન અને પર્યાવરણ મંત્રી આસા રોમસને પણ રાજીનામું આપવું પડ્યું હતું. તેમણે અમેરિકામાં 2001માં થયેલા આતંકી હુમલાને ‘11 સપ્ટેમ્બરની દુર્ઘટનાઓ’ કહી નાખ્યા હતા. તુર્કી મૂળના મંત્રી મેહમત કાપલાને પણ ગત એપ્રિલમાં રાજીનામું આપવું પડ્યું હતું, કેમ કે તેમણે ઇઝરાયેલની નાઝીઓ સાથે સરખામણી કરી નાખી હતી જ્યારે અન્ય એક મંત્રી મોના સાહલિને બોડીગાર્ડને બેંક લોન અપાવવા આવકનું ખોટું પ્રમાણપત્ર આપવા બદલ રાજીનામું આપવું પડ્યું હતું.અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો