તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેનિસ, બોક્સિંગમાં ભારતને મેડલની તક

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાનિયામિર્ઝા-રોહન બોપન્ના તથા વિકાસ કૃષ્ણને પોતપોતાના મુકાબલા જીતી લઇને પરાજયથી હતાશ થયેલી ભારતીય ટૂકડીમાં નવી આશા જીવંત કરી છે. રિયો ઓલિમ્પિકની ટેનિસ ઇવેન્ટની મિક્સ ડબલ્સમાં સાનિયા તથા બોપન્નાની જોડીએ સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. બીજી તરફ બોક્સર વિકાસે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. ભારત હવે બંને ઇવેન્ટમાં મેડલથી માત્ર એક-એક કદમ દૂર છે. સાનિયા તથા બોપન્નાએ બ્રિટિશ સ્ટાર એન્ડી મરે તથા હીધર વોટસનની જોડીને પરાજય આપ્યો હતો.

ચોથો ક્રમાંક ધરાવતી ભારતીય જોડીએ 6-4, 6-4ના સ્કોરથી વિજય મેળવી હતી. પ્રથમ સેટમાં 0-2થી પાછળ રહેનાર સાનિયા તથા બોપન્નાએ ચોથી ગેમમાં હીધરની સર્વિસ બ્રેક કરી હતી અને હરીફ જોડીને મેચમાં પરત ફરવાની તક આપી નહોતી. 67 મિનિટ સુધી રમાયેલી મેચમાં એન્ડી મરે થાકેલો જણાતો હતો. તેણે મિક્સ ડબલ્સના મુકાબલા પહેલાં સિંગલ્સની પ્રી-ક્વાર્ટર ફાઇનલ જીતી હતી જે લગભગ અઢી કલાક સુધી ચાલી હતી. મરેએ લૌરા રોબસન સાથે 2012ની લંડન ગેમ્સની મિક્સ ડબલ્સનો સિલ્વર મેડલ જીત્યો હતો. ભારત માટે ટેનિસમાં માત્ર એક મેડલ લિએન્ડર પેસે 1996માં જીત્યો હતો.

લોંગ ડિસ્ટન્સ રનર લલિતા બાબરે વિમેન્સ 3000 મીટર સ્ટિપલચેઝમાં નેશનલ રેકોર્ડ નોંધાવીને ફાઇનલમાં પ્રવેશવાની સાથે ભારતીય એથ્લેટિક્સમાં નવો ઇતિહાસ રચ્યો હતો. લલિતાએ હિટ-2માં નવ મિનિટ 19.76 સેકન્ડનો સમય હાંસલ કરીને ચોથું સ્થાન મેળવ્યું હતું. તે ઓવરઓલ યાદીમાં સાતમા ક્રમે રહીને ફાઇનલ માટે ક્વોલિફાય થઇ હતી. ટ્રેક એન્ડ ફિલ્ડમાં પીટી ઉષા બાદ ફાઇનલ માટે ક્વોલિફાય થનાર તે પ્રથમ ભારતીય મહિલા છે.

લલિતા 3000 મીટર સ્ટિપલચેઝની ફાઇનલમાં પ્રવેશી

વિમેન્સ હોકી : આર્જેન્ટિના સામે ભારત 5-0થી હાર્યું

ભારતીયવિમેન્સ હોકી ટીમના રિયો ઓલિમ્પિક અભિયાનનો શરમજનક રીતે અંત આવ્યો હતો. ગ્રૂપ-બીના મુકાબલામાં તેનો આર્જેન્ટિના સામે 5-0થી નાલેશીભર્યો પરાજય થયો હતો. ભારતનો સતત ચોથો પરાજય છે. આર્જેન્ટિના માટે માર્ટિના કાવાલેરોએ 16મી તથા 29મી, મારિયા ગ્રેનાટ્ટાએ 23મી, કાર્લા રિબિચ્ચીએ 26મી તથા ઓગસ્ટિના આલ્બાર્ટરોએ 27મી મિનિટ ગોલ નોંધાવ્યા હતા.

વિકાસે તુર્કીના બોક્સર સિપાલને પરાસ્ત કર્યો | ભારતીયબોક્સર વિકાસ કૃષ્ણને તુર્કીના ઓન્દેર સિપાલને 3-0થી હરાવીને 75 કિલોગ્રામ વેઇટ કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આગામી રાઉન્ડમાં તેનો મુકાબલો ઉઝબેકિસ્તાનને 20 વર્ષીય બેક્તેમીર મેલિકકુઝિએવ સામે થશે. મુકાબલામાં વિકાસનો વિજય થશે તો તેનો મેડલ નિશ્ચિત થઇ જશે. બોક્સિંગમાં તમા સેમિફાઇનાલિસ્ટને મેડલ આપવામાં આવે છે. 2008ની બેઇજિંગ ઓલિમ્પિકમાં ભારતીય બોક્સર વિજેન્દ્રસિંહે કેટેગરીમાં બ્રોન્ઝ જીત્યો હતો. વિકાસે સિપાલને એકતરફી અંદાજમાં 30-27, 29-28, 29-28થી પરાજય આપ્યો હતો.

આશા જીવંત| સાનિયા-બોપન્નામિક્સ ડબલ્સની તથા વિકાસ બોક્સિંગની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા, એથ્લેટિક્સમાં નિરાશા

ટ્રેક એન્ડ ફિલ્ડમાં ભારતને નિરાશા સાંપડી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો