તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • અક્ષરધામ હુમલા વખતે બાપાએ સમતા જાળવી ગુજરાતને ભડકે બળતંુ અટકાવ્યંુ હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અક્ષરધામ હુમલા વખતે બાપાએ સમતા જાળવી ગુજરાતને ભડકે બળતંુ અટકાવ્યંુ હતું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એકસંતની સમતા કેવી સુદ્રઢ હોય એનો અદભુત પરચો પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ હુમલા વખતે આપ્યો હતો. 2002ની 24મી સપ્ટેમ્બરે ગાંધીનગરમાં અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો. બે ત્રાસવાદીઓએ 33 વ્યક્તિઓને ગોળીએ દીધા. ગુજરાત ત્યારે હજી ગોધરાકાંડના ઓછાયામાં હતું. કોમી તણાવ હજી ગુજરાતની હવામાં વર્તાતો હતો. એક નાનકડી ચિનગારી પણ મોટો ભડકો કરી શકે તેમ હતી. રાજ્યના લાખો હરિભક્તો શોકમાં હતા, વ્યગ્ર હતા, આક્રોશિત હતા. આવા સમયે પ્રમુખ સ્વામી મહારાજની પ્રતિક્રિયા મહત્વની હતી. પ્રમુખ સ્વામી મહારાજે નાજુક સમયમાં જે પ્રતિક્રિયા આપી તે એક સમ્યક સ્થિતિને પામી ગયેલા સંત આપી શકે, એક દુરંદેશી સાધુ આપી શકે. તેમણે કહ્યું, હરિભક્તો શાંતિ જાળવે અને પ્રાર્થના કરે’ હુમલાખોરો પ્રત્યે કડવાશનો એક શબ્દ નહિં. જરા પણ આક્રોશ નહિં. નહિં કરૂણા. તે દિવસે બાપાએ જો એક વેણ પણ કડવું કહ્યું હોત તો શું થયું હોત વિચારતાં ધ્રુજારી છૂટી જાય. બાપાના શાંતિ સંદેશે પરિસ્થિતિને સંભાળી લીધી.

કપરી સ્થિતિમાં મનને અવિચળ રાખી શકે સાચા સંત. પ્રમુખ સ્વામી ઓછુ બોલતા. પણ જે બોલતા તેમાં સચ્ચાઇ અને અનુભવ ટપકતો રહેતો. શાસ્ત્રોનું પંડિત્ય તેમની પાસે નહોતું પણ શાસ્ત્રોથી પણ આગળ પ્રબુધ્ધત્વને તેઓ પામી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો