તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કલોલમાં બુકાનીધારીઓએ હુમલો કરી યુવકને લૂંટી લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કલોલનાપૂર્વ વિસ્તારમાં આવેલા અંડર બ્રિજમાં રાત્રીના સુમારે પસાર થતા શખ્સને ધારદાર હથિયારથી ઇજાઓ પહોચાડી લુંટી લેવાની ઘટના બનતા કલોલમાં ચકચાર મચી જવા પામી છે. બુકાનીધારી લૂંટારૂઓએ યુવાનને પકડી રાખી ધારદાર હથિયારથી મારમારી ઇજાઓ પહોચાડી હતી અને તેની પાસેથી રોકડા રૂ.6800ની લુંટ કરી રફૂચક્કર થઇ ગયા હતાં. શહેરીજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ કલોલના પૂર્વ વિભાગમાં આવેલી આશાદિપ સોસાયટીમાં રહેતા ગોવિંદભાઇ પરષોતમભાઇ વણકર પરિવાર સાથે રહે છે. તેઓ ખાત્રજ ગામમાં મોર્ડન કંપનીમાં નોકરી કરે છે. તેઓ ગઇ કાલે નોકરીથી છુટી ઘરે જઇ રહ્યા હતા. ત્યારે રાત્રીના 8:45 વાગે કલોલના અંડરબ્રીજમાંથી પસાર થતા હતા. તેજ સમયે એકાએક બાઇક પર બુકાનીધારી ત્રણ શખ્સો ધસી આવ્યા હતા અને ગોવિંદભાઇને પકડી તેમની આંખો હાથ વડે બંધ કરી તેમના ખિસ્સામાંથી રૂ.6800ની લુંટ કરી હતી. ત્યાર બાદ લુંટારુઓએ તેમને ધારદાર હથિયાર વડે આડેધડ ઘા મારતા તેઓ લોહી લુહાણ થઇ ગયા હતા. ગંભીર હાલતમાં તેઓને કલોલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો