તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • સર્વ વિદ્યાલય સંચાલિત 4 પ્રા. શાળામાં શિક્ષણ સુધારણા સેમિનાર યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સર્વ વિદ્યાલય સંચાલિત 4 પ્રા. શાળામાં શિક્ષણ સુધારણા સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીસર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શહેરની ચાર પ્રાથમિક શાળાઓના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સેકટર 23માં નાથીબા હોલમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયુ હતું. જેમાં સેકટર 7, 16, 12 અને પાલજની સરકારી પ્રાથમિક શાળાના 250 વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે સારા પરિણામ અને શિક્ષણનું સ્તર ઉંચુ રાખવા તજજ્ઞો દ્વારા પ્રેઝન્ટેશન કરીને માહિતી અપાઇ હતી. વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયના ડરને દૂર ભગાવવા માટે અને વિષય નિષ્ણાંતોએ ટાઇમ મેનેજમેન્ટ કરવા જણાવ્યુ હતું.

ધોરણ 10ના વિદ્યાર્થીઓમાં રહેલો વિષયનો ડર દુર કરવા અને શાળામાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા માટે સંસ્થાના કેમ્પસ ડિરેકટર સોમાભાઇ પટેલે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જણાવ્યુ હતું કે શિક્ષણ એક ઉત્તમ પૂજા છે. અંધકારને જેમ વિજળી ચિરી નાખે છે, તેમ શિક્ષણ વિદ્યાર્થીઓમાં રહેલા અજ્ઞાનના અંધકારને દૂર કરે છે.

આજના સ્માર્ટ જમાનામાં વિદ્યાર્થીઓએ સ્માર્ટ થવાની જરૂર છે. વિદ્યાર્થીઓ ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયથી દૂર ભાગતા હોય છે. જેમાં અંગ્રેજી વિષયને અતિશય ભારે સમજે છે. ત્યારે સેમિનારમાં વિષયથી દૂર ભાગતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા સાથે તજજ્ઞો દ્વારા આચાર્ય અને શિક્ષકોને પણ પરિણામ સારૂ લાવવા માટે સમયનું મેનેજમેન્ટ કરવા પ્રેઝન્ટેશન દ્વારા માર્ગદર્શન અપાયુ હતું.

કડી સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત શહેરની ચાર પ્રાથમિક શાળાઓના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સેકટર 23માં નાથીબા હોલમાં માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયુ હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો