તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જોટાણામાં નીતિન પટેલ ત્રિરંગો લહેરાવશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જિલ્લા કક્ષાના 70મા સ્વાતંત્રય દિનની ઉજવણીને લઇ ઉત્સાહનો માહોલ

મહેસાણાજિલ્લા કક્ષાના 70મા સ્વાતંત્રય દિનની ઉજવણી સોમવારે નવરચિત તાલુકા મથક જોટાણાની શ્રી રામ સર્વ વિદ્યાલય ખાતે યોજાનાર છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે સવારે 9 વાગે ધ્વજ વંદન કરવામાં આવશે. જેને લઇ સ્વાતંત્રય દિન પૂર્વેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં અાવશે. નિમિત્તે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો તેમજ વિકાસકામોના ઉદભાટન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.

જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં સવારે 9-00 કલાકે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ધ્વજ વંદન કરાયા બાદ તેઓ પરેડ નિરીક્ષણ કરશે. ત્યારબાદ નાગરિકોને પ્રેરક ઉદબોધન કરશે. અા પ્રસંગે સમાજમાં વિશિષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ, કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉજવણી અંતર્ગત લોકોપયોગી કામોનું લોકાર્પણ,ખાતમુહૂર્ત તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.જેમાં ઉપસ્થિત રહેવા જિલ્લા કલેકટર આલોક કુમારે જણાવ્યું છે.

મહેસાણામાં આજે સાંજે ત્રિરંગા યાત્રા યોજાશે

70માસ્વાતંત્રય દિવસની પૂર્વસંધ્યાએ રવિવારે મહેસાણાના રાજમહેલ કંમ્પાઉન્ડથી સાંજના 5-30 કલાકે ત્રિરંગા યાત્રા યોજાશે. યાત્રા રાજમહેલ કંમ્પાઉન્ડથી ગોપીનાળા, મગપરા થઇ સાંજના 6-30 કલાકે રાધનપુર ચોકડીથી ડેરી હાઉસ સમાપન થશે. ત્રિરંગા યાત્રા યાદ કરો કુરબાની થકી રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માનની તેમજ સમર્પણની ભાવના પેદા થાય તે માટે આયોજન કરાયું છે. યાત્રામાં સૌથી આગળ પોલીસની ખુલ્લી જીપ રહેશે, જેમાં રાષ્ટ્રધ્વને સન્માન સાથે રખાશે. જીપની પાછળ પોલીસ બેન્ડ રહેશે અને તેની પાછળ બાઇક ચાલકો, બાઇકો ઉપર પોલીસ જવાનો યુનિફોર્મમાં હશે અને તેમની પાછળ પોલીસ સ્ટુડન્ટ કેડેટ કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી તેમજ સ્વામી વિવેકાનંદ યુવક અને મહિલા મંડળના સભ્યો જોડાશે. રૂટ ઉપર લાઉડ સ્પીકર સાથે દેશભક્તિના ગીતોનું સતત ગાન કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો