તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં ધારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં

કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં ધારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડી તાલુકાના કરણનગર ગામની સીમમાં ધારા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં વિદેશી દારૂ ભરીને કોઈ શખ્સ વેપાર કરતો હોવાની બાતમીના આધારે મહેસાણા અને ગાંધીનગરની પોલીસને થાપ આપી કડી પોલીસે ગોડાઉનમાંથી વિદેશી દારૂની માત્ર પાંચ પેટી ઝડપી લઈ ફરાર શખ્સને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.

કડીના કરણનગર ગામની સીમમાં એક ગોડાઉનમાં વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી કડી,મહેસાણા અને ગાંધીનગર પોલીસને મળી હતી. આ દરમિયાન છેલ્લા દસ દિવસથી પોલીસ વોચમા ગોઠવાયેલ.મંગળવારના સાંજે મહેસાણા અને ગાંધીનગર પોલીસને થાપ આપીને કડી પોલીસ મથકના પીઆઈ પી.એસ.ઞઢવી સહિત પોલીસના સ્ટાફે કરણનગર ગામની સીમમાં આવેલ ધારા ઇન્ડસ્ટ્રિઅલ એસ્ટેટના ગોડાઉન નંબર 12મા વિદેશી દારૂ ભરેલ હોવાની બાતમી આધારે ઓચિંતી રેડ કરેલ.રેડ દરમિયાન પોલીસે ગોડાઉનમાંથી વિદેશી દારૂની ખાલી ખોખા સાથે પાંચ પેટી વિદેશી દારૂ રૂ.20200 ની કિંમતનો ઝડપી લઇ મહેસાણા તાલુકાના મગપુરા ગામના ઠાકોર રાહુલજી અમરતજી વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...