તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બટન, પેન્ટની ચેન, પર્સ, માઉથ ઓર્ગનમાં સોનાની તસ્કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનુપ કુમાર મિશ્રા | નવી દિલ્હી

વિદેશથીઆવતા ગેરકાયદે સોનાની ઘટનાઓ હવે સામાન્ય બની રહી છે પરંતુ ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય (આઈજીઆઈ) એરપોર્ટ પર પહેલી વખત તસ્કરીનો એવો કેસ સામે આવ્યો છે તેમાં એક શખ્સે સોનાની તસ્કરી માટે એક-બે નહીં પણ સાત અલગ અલગ રીત અપનાવી હતી. સ્થિતિ એવી હતી કે કસ્ટમ અધિકારી તસ્કરની બેગમાં જે પણ સામાન ઉઠાવતા હતા તેમાં કોઈને કોઈ રીતે સોનુ છુપાવ્યું હતું. તસ્કરે કસ્ટમના નિયમનોનું ધ્યાન રાખ્યું હતું. તેને ખબર હતી કે તેનું 500 ગ્રામ સોનુ પકડાઈ જાય તો પણ તેની ધરપકડ નહીં થાય. માત્ર નિર્ધારિત ડ્યુટી આપીને તે બધુ સોનુ મેળવી શકશે. આથી તેણે સાત સામાનમાં માત્ર 500 ગ્રામ સોનાનો ઉપયોગ કર્યો હતો. 500 ગ્રામ સોનાની કિંમત અંદાજે 150 લાખ રૂપિયા છે.

તસ્કર દુબઈથી આઈજીઆઈ એરપોર્ટ આવ્યો હતો. તેણે પોતાની બેગમાં બે શર્ટ રાખ્યા હતા જેના બધા બટન સોનાના, પેન્ટની ચેન સોનાની હતી. પર્સની ચારેબાજુ સોનેરી મેડલની દોરી બનાવી હતી. તે ઉપરાંત માઉથ ઓર્ગનમાં લાગેલી તમામ પ્લેટ્સ સોનાની હતી. સામાન્ય માઉથ ઓર્ગનની જેમ વાગતુ હતું. છત્રીમાં લગાવેલા તમામ સળીયા પણ સોનાના હતા. ઉપરાંત બેગથી માડીને નેકલેસમાં સોનાના બનાવેલા કેટલાક મોતી પણ જડેલા હતા પરંતુ તેના પર ચાંદીનો ઢોળ ચડાવ્યો હતો. કસ્ટમ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં દુબઈથી આઈજીઆઈ એરપોર્ટ નવી દિલ્હી પહોંચેલા એક શખ્સને જ્યારે તપાસ માટે ટર્મિનલ થ્રી પર રોક્યો તો તેની પાસે નાનકડી બેગ હતી. તેમાં સાતથી આઠ ચીજો એવી હતી જે સામાન્યપણે મુસાફરની બેગ્સમાં હોય છે પરંતુ એક્સ-રે મશીનમાં ખબર પડી કે તેમાં અલગ રીતે સોનુ લઈ જવાય છે.

ભાસ્કર વિશેષ

દુબઈમાં એક બજારથી બધો સામાન્ય ખરીદ્યો હતો

પૂછપરછમાંખબર પડી કે સોનાનો બનેલો બધો સામાન તેણે દુબઈના એક બજારમાંથી ખરીદ્યો હતો. દુબઈનું તે બજાર સોનાની તસ્કરી કરનારાઓ માટે છે જેમાં એવો સામાન મળે છે જેમાં સોનુ છુપાવી શકાય છે. એક્સ-રે વગર સામાનમાં સોનુ હોવાનો અંદાજ પણ લગાવી શકાતો નથી.

અન્ય સમાચારો પણ છે...