• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડીમાંછેલ્લા અઠવાડિયામાં 21 ઈંચ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં

કડીમાંછેલ્લા અઠવાડિયામાં 21 ઈંચ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કડીમાંછેલ્લા અઠવાડિયામાં 21 ઈંચ વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિક લોકો પરેશાન થઈ ઉઠેલ છે. સુજાતપુરા રોડ પરની કૃપાનગર, ગણેશપાર્ક, બાલાજી સહિતની સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાને પગલે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠેલ છે.જે વિસ્તારમા આવેલ વન વિભાગ અને વાઈલ્ડ લાઈફ ની કચેરી પણ છેલ્લા અઠવાડિયાથી પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે. ઢીંચણ સમા પાણીમાં થઈ ને કર્મચારીઓ કચેરીમાં ફરજ બજાવી રહ્યા છે. સમગ્ર કચેરી કંપાઉન્ડમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતા કર્મચારીઓને વાહન પણ કચેરી બહાર જાહેર માર્ગ પર મૂકીને જવુ પડે છે. શનિવારે કચેરીના અધિકારીઓએ પાલિકામાં જાણ કરવા છતા પાલિકા દ્વારા પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામા આવી નથી.

અન્ય સમાચારો પણ છે...