કડીમાં 6 મીમી અને વિજાપુરમાં 2 મીમી નામ માત્રનો વરસાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાનું વાતાવરણ છેલ્લા 24 કલાકથી કાળા ડિબાંગ વાદળો વચ્ચે ઘનઘોર બન્યું છે. પરંતુ વારંવાર હાથ તાળી આપી રહેલો વરસાદ આ વખતે પણ વરસ્યો નહીં. છેલ્લા 24 કલાકમાં કડીમાં માત્ર 6 મીમી અને વિજાપુરમાં માત્ર 2 મીમી વરસાદ નોંધાયો હતો.તો જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો ઝરમરીયો વરસાદ નોંધાયો હતો.

24 કલાકથી જિલ્લામાં બંધાયેલા વરસાદી માહોલ વચ્ચે ગુરૂવારે વહેલી સવારે માત્ર કડીમાં 6 મીમી અને વિજાપુરીમાં 2 મીમી વરસાદ નોંધાયો હતો.સતત હાથતાળી આપી રહેલા વરસાદ વચ્ચે ગુરૂવાર સવારથી જ વાતાવરણમાં ભારે બફારો રહેતાં મહેસાણાવાસીઓ રીતસરના પરસેવે નાહ્યા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઇ હતી. દિવસભરના ભારે ઉકળાટ બાદ સમી સાંજે કડી પંથકમાં હળવું વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં સામાન્ય ઠંડક પ્રસરી હતી. વધુ એક ડિગ્રી ગગડતાં મહત્તમ તાપમાન 32.0 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 22.0 ડિગ્રી રહેવા પામ્યું હતું.

કડી
મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં આ કારણથી વરસાદ નથી પડ્યો

હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ આ સિસ્ટમ હજુ એટલી મજબુત નથી બની કે જેથી ઉત્તર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી શકે. નબળી સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી બંધાયેલા વરસાદી માહોલ છતાં વરસાદ પડ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...