• Gujarati News
  • ટેક્નોલોજી હંમેશાં પદછાપ છોડે છે, જેને પકડી શકાય છે

ટેક્નોલોજી હંમેશાં પદછાપ છોડે છે, જેને પકડી શકાય છે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રી-1 : બધાદિલ્હીના રહેવાસી હતા. અમિત જાજોરિયા બી.ટેક ગ્રેજ્યુએટ છે અને પશ્ચિમ વિહારમાં પોતાની આઈટી ફર્મ ધરાવે છે. ભાનુ પાંડે પણ બીપીઓ એક્ઝીક્યુટીવ તરીકે સારી કમાણી કરે છે. સંદીપ શર્મા નિહાર વિહારમાં કરિયર કાઉન્સેલિંગ એજન્સી ચલાવે છે અને સારી કમાણી કરે છે. તેમ છતાં ઝડપથી પૈસાદાર બનાવાની લાલચે ત્રણેયને ગુનેગાર બનાવી દીધા. ત્રણેયે ભેગામળીને લોકોને તેમના ક્રેડિટ કાર્ડની ડીટેલ ફોન પર આપવા લલચાવ્યા અને ત્યાર બાદ ડીટેલનો ઉપયોગ તેમણે ઓનલાઈન ખરીદીમાં કર્યો. તેઓ ખુબ સ્માર્ટ હતા અને પોલીસને સારી રીતે ચકમો આપી રહ્યા હતા. પરંતુ એક વખત તેઓ એક ભુલ કરી બેઠા. તેમણે ખરીદી માટે એક ઈમેલનો બે વખત ઉપયોગ કર્યો. પોલીસે ભુલને આધારે ડીલીવરી લેવા આવેલા એકને પકડી લીધો અને પછી બીજા પણ પકડાઈ ગયા.

સ્ટોરી-2: ગુજરાતમાં20મી માર્ચના રોજ એક જિલ્લા શિક્ષણ અધિકારીને શંકા ગઈ કે તેમના શિક્ષણ કેન્દ્રનો એક કર્મચારી ધોરણ-12નું બાયોલોજીનું પેપર લીક કરવામાં સંડોવાયેલો છે. તેમણે પેપરને એવી રીતે લીક કર્યું કે વિદ્યાર્થીઓને તેના માટે તૈયાર કરવાનો અને કોઈ પણ રીતે પકડાયા વગર પરીક્ષા આપવાની તક મળી ગઈ. તેમણે ખુબ ચતુરાઈથી કામ કર્યું હતું. લીક કરનારા વ્યક્તિએ પેપરની ઝેરોક્ષ કાઢી નહીં, પરંતુ કેમેરાયુક્ત મોબાઈલમાં ફોટા પાડ્યા અને તેને વ્હોટ્સએપ ટેક્નોલોજીની મદદથી લીક કરી દીધું. ત્યાર બાદ પેપર એકથી બીજી વ્યક્તિ સુધી ફરતું થઈ ગયું. હવે ગુજરાત પોલીસે વ્હોટ્સએપ કંપનીને કેસમાં મદદ કરતો વિનંતી પત્ર મોકલ્યો છે. કેલિફોર્નિયાની કંપની પણ તપાસમાં મદદ કરશે કે સૌ પ્રથમ કોણે ફોટો અપલોડ કર્યો હતો અને તેને રીસીવ કરનારી પ્રથમ વ્યક્તિ કોણ હતી. ત્યાર બાદ પેપર કેવી રીતે આગળ વધતું ગયું તેનો ચાર્ટ મળી જશે.

સ્ટોરી-3: ઈન્ડિયનપ્રિમિયર લીગનું આયોજન કરતી ક્રિકેટ સંસ્થા અને બેંગલુરુ પોલીસે પ્રખ્યાત ચેન્નાસ્વામી સ્ટેડિયમના તમામ 20 પ્રવેશ દ્વાર પર કેમેરા ગોઠવી દીધા છે, જે દરેક પ્રવેશ કરનારી વ્યક્તિનો ફોટો ખેંચશે અને પોલીસ તેમાંથી ક્રિકેટની રમતમાં તોફાન મચાવતા 10,000 જેટલા તોફાની તત્વોને ઓળખી કાઢીને અલગ તારવી લેશે. બધું કામ ટેક્નોલોજીની મદદથી માત્ર બે મિનિટમાં કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર સ્ટેડિયમ ઉપર ડ્રોન કેમેરા પણ સતત ફરતા રહેશે અને જ્યાં કોઈ તોફાની તત્વ જોવા મળશે, પોલીસ તેને પકડીને સ્ટેડિયમની બહાર લઈ જશે. વર્ષ 2012માં થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ એક સ્થાનિક કંપનીએ નવું સોફ્ટવેર બનાવ્યું છે.

ટેક્નોલોજીનો પાયાનો નિયમ એવો છે કે તે તેના વપરાશકર્તાને મદદ કરે છે અને તેનું કામ વધુ આસાન બનાવે છે, પરંતુ જ્યારે કોઈ ટેક્નોલોજીનો ખોટી- ગુનાઈત પ્રવૃત્તિ માટે દુરૂપયોગ કરે છે ત્યારે કાયદાનું પાલન કરાવતી એજન્સી માટે પણ ગુનેગારને પકડવા માટે ટેક્નોલોજીની મદદ લે છે.

ફંડાછે કે, ટેક્નોલોજીબે-ધારી તલવાર છે. સફળતાને માર્ગે પણ દોરી જાય છે અને તેનો ઉપયોગ કરીને તમે કોઈને મદદરૂપ પણ બની શકો છો.

AcyW. TpWZTW¥WyW

raghu@bhaskarnet.com