• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડીની પરિણીતાની સાસરિયાંના ત્રાસથી ફાંસો ખાઇ આત્મહત્યા

કડીની પરિણીતાની સાસરિયાંના ત્રાસથી ફાંસો ખાઇ આત્મહત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણેક વર્ષ અગાઉ મહેસાણા જિલ્લાના કડી ગામમાં પરણાવેલ હિંમતનગરની યુવતીએ સાસરિયાઓનો ત્રાસ સહન ન થતાં બુધવારે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ હતુ. એ ડિવિઝન પોલીસે પતિ અને સાસુ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર શહેરના આંબાવાડી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા વર્ષાબેન સુરેશભાઇ માલવીએ તેમની દીકરી રીદ્ધીબેનના કડી ખાતે રહેતા જીતેન્દ્ર ચંદ્રકાતભાઇ પંચાલ સાથે ત્રણેક વર્ષ અગાઉ લગ્ન કરાવ્યા હતા. ત્રણેક વર્ષના લગ્ન જીવન દરમિયાન પતિ જીતેન્દ્રભાઇ અને સાસુ ભગવતીબેન અવાર નવાર મ્હેણા ટોણા મારતા હતા અને રીદ્ધિબેનને તને જમવાનુ બનાવતા આવડતુ નથી, તુ કરીયાવરમાં કંઇ લાવી નથી તેમ કહી મારઝૂડ કરી ત્રાસ ગુજારતા હતા.

તેમજ જીયારામાં રીદ્ધિબેન પાસે બંને જણાએ ફોરવ્હીલ ગાડી લાવવા આઠથી દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. રીદ્ધિબેને સાસરીયાઓનો ત્રાસ સહન ન થતા અને રૂપિયાની માંગણી સંતોષી શકાય તેમ ન હોવાથી જીવન ટૂંકાવવાનો નિર્ણય લઇ બુધવારના રોજ પિયરમાં હિંમતનગર ખાતે ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લીધુ હોવા અંગે મૃતકની માતા વર્ષાબેને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે જીતેન્દ્ર ચંદ્રકાન્ત પંચાલ અને ભગવતીબેન ચંદ્રકાન્ત પંચાલ વિરુદ્ધ મરવા સુધીનુ દુષ્પ્રેરણ કરવા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...