તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • મહેસાણા જિલ્લામાંથી 20118 વિદ્યાર્થીઓ પ્રેરણાદાયી ફિલ્મો માણશે

મહેસાણા જિલ્લામાંથી 20118 વિદ્યાર્થીઓ પ્રેરણાદાયી ફિલ્મો માણશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | બાળફિલ્મોત્સવમાંબાળકો સાથે ફિલ્મ માણતા નિવાસી અધિક કલેકટર રમેશ મેરજાએ જણાવ્યું હતું કે બાળ ફિલ્મોત્સવ થકી બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા મળે છે. રાજ્ય સરકારનો હેતુ બાળ ફિલ્મોત્સવ થકી બાળકોને જ્ઞાન અને શુભ સંદેશા સાથે આનંદ આપવાનો છે.

મહેસાણા જિલ્લામાં બાળ ફિલ્મોત્સવ વાઇડ એંગલ સિનેમા,સિને પ્લસ,પ્રશાંત સિનેમા,સિને પ્લસ અને ,કૃષ્ણ સિનેમા વિસનગર,વંદના ચિત્ર મંદિર વિજાપુર,વી.વર્લ્ડ સિનેમા અને શૈફાલી સિનેમા કડી , મહેસાણામાં વાઇડ એન્ગલ સિનેપ્લસ અને પ્રશાંત સિનેમા વિસનગર ખાતે સિનેપ્લસ કૃષ્ણ સિનેમા વિજાપુર ખાતે વંદના ચિત્ર મંડળ કડી ખાતે વી વર્લ્ડ સિનેમા અને શૈફાલી સિનેમા તેમજ ઉંઝામાં આવેલ કૃષ્ણ સિનેમાં યોજાઇ રહ્યો છે. જિલ્લાના સરકારી શાળાના બાળકો ૧૫ જુલાઇ સુધી બાળફિલ્મોત્સવ દરમ્યાન બાળકોને સ્ટેનલી કા ડબ્બા, આઇ એમ કલામ, ફેરારી કી સવારી, જલપરી- ડેસર્ટ મેરમેઇડ વગેરે ફિલ્મો માણશે.

અન્ય સમાચારો પણ છે...