તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • જિલ્લાના તમામ માર્કેટયાર્ડોમાં સતત 10મા દિવસે હરાજી ઠપ

જિલ્લાના તમામ માર્કેટયાર્ડોમાં સતત 10મા દિવસે હરાજી ઠપ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાનાતાલુકા મથકો પર આવેલા માર્કેટયાર્ડોમાં વેપારીઓ સાથે જીએસટી અંગે અધિકારીઓની બેઠકના દોર પછી પણ સોમવારે સતત 10મા દિવસે યાર્ડમાં હરાજી સાથે કારોબાર શરૂ નહીં થતાં ખેતપેદાશોની આવક વગર કરોડોનું ટર્નઓવર ખોરવાયેલું રહ્યું હતું. જિલ્લાના મહેસાણા, વિજાપુર, વિસનગર સહિતના યાર્ડ ઊંઝામાં વેપાર શરૂ થાય તે મુજબ યાર્ડ ચાલુ થશે તેમ વેપારી સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ સોમવારે ઊંઝા માર્કેટયાર્ડમાં હરાજી થઇ નહોતી, પરંતુ જીરૂમાં 3350થી 3640ના ભાવમાં આંતરિક 2530 બોરીનો વેપાર થયો હતો. મંગળવારથી વેપાર વધશે તેવા સંકેતો એપીએમસીના સૂત્રોએ આપ્યા હતા. જોકે, યાર્ડોમાં હરાજી શરૂ થવા અંગે હજુ અનિશ્ચિતતાની સ્થિતિ યથાવત છે.

મહેસાણા માર્કેટયાર્ડમાં સોમવારે પણ વેપાર બંધ રહેતાં યાર્ડ સુમસામ જોવા મળ્યું હતું. વેપારી એસોસીએશનના પ્રમુખ કાન્તીભાઇ પટેલે જણાવ્યું કે, ઊંઝા યાર્ડ નિર્ણય કરે તે પ્રમાણે મહેસાણા યાર્ડ અમલ લાગુ કરશે. હાલ તો હરાજી બંધ છે. વિજાપુર માર્કેટયાર્ડમાં સોમવારે સવારે વેપારીઓની બેઠક યોજાઇ હતી અને બુધવારે ફરી બેઠક યોજવા નક્કી કરાયુ હતું, ત્યાં સુધી યાર્ડમાં હરાજી બંધ રહેશે. વેપારી એસોસીએશનના પ્રમુખ નરેશભાઇ પટેલે જણાવ્યું કે, વિજાપુર, કુકરવાડા, ગોઝારિયા યાર્ડમાં હાલ વેપાર બંધ છે. અન્ય માર્કેટયાર્ડ ચાલુ થાય ત્યાં સુધી બંધ રહેશે. વિસનગર યાર્ડ પણ સતત 10મા દિવસે હરાજી વગર ઠપ રહ્યું હતું. ઊંઝા એપીએમસીના સૂત્રોએ જણાવ્યું કે, સોમવારે માર્કેટયાર્ડમાં જીરૂની 2530 બોરીનો વેપાર થયો છે, ધીરેધીરે વેપાર રાબેતા મુજબ ચાલુ થઇ રહ્યો છે. કડી અને જોટાણા યાર્ડમાં પણ વેપાર બંધ રહ્યા હતા.

તમામ યાર્ડોની નજર ઊંઝા પર, તંત્રની બેઠકો પછી હરાજી પડી

ઊંઝા યાર્ડમાં જીરૂની 2530 બોરીનો હરાજી વગર વેપાર થયો

અન્ય સમાચારો પણ છે...