તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • પાટણના બેકરીના વેપારીને લૂંટનાર 2 શખસો ઝબ્બે : વધુ 3 નામો ખુલ્યા

પાટણના બેકરીના વેપારીને લૂંટનાર 2 શખસો ઝબ્બે : વધુ 3 નામો ખુલ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજના સરવાલ અને ચાંદખેડાના બે લુંટારુને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા

પાટણશહેરના માતરવાડી નજીક ગોકુળ હોટલ પાસે બે માસ અગાઉ રાત્રે બેકરીના વેપારીના રૂ.3.54 લાખ લુંટી લેવાની ઘટનામાં હારીજના સરવાલ અને ચાંદખેડાના બે શખ્સોને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ પાટણ પોલીસ હવાલે કરતાં આરોપીઓને રીમાન્ડ પર લઇ તપાસ હાથ ધરતાં વધુ 3 શખ્સોની સંડોવણી ખુલી છે.

પાટણ શહેરના વિજળકુવા વિસ્તારમાં ભવાની બેકરી ચલાવતા ઘનશ્યામભાઇ મૂળચંદભાઇ ઠકકર ગત 22 એપ્રિલેના રોજ એકટીવામાં રૂ.3.54 લાખ રોકડા ભરેલ થેલો રાખીને તેમના ઘરે વિઠ્ઠલ વિલામાં જઇ રહયા હતા તે. વખતે એક બાઇક પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સો માતરવાડી નજીક એકટીવા ઉભુ રખાવીને થેલા સાથે એકટીવા લઇ છૂમંતર થઇ ગયા હતા. બાદમાં શીહોરી રોડ પરથી એકટીવા મળી આવ્યું હતું.જે અંગે પાટણ શહેર બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો. દરમ્યાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે શખ્સો ચાંદખેડાના કાંતિભાઇ ઉર્ફે કાનો લખુભાઇ પટેલ અને મુળ સરવાલ તા. હારીજ અને હાલે કડીમાં રહેતા હરેશ ઉર્ફે હરીયો તુળજાશંકર રાજગોરને પકડી લઇ ઉલટ તપાસ કરતાં ગુનો કબુલ્યો હતો.બંને આરોપીઓને પાટણ પોલીસ હવાલે કરી દેવાતાં શનિવારે પાટણ જજના બંગલે રજૂ કરતાં 2 દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

ટીબી 3 રસ્તેથી પીછો કરી માતરવાડી પાસે અંજામ આપ્યો હતો

પાટણપોલીસે તેઓની વધુ પુછપરછ કરતાં વધુ ત્રણ શખ્સોના નામો ખુલ્યા છે.આ શખ્સોને વેપારી ઘનશ્યામ ઠકકર પૈસા લઇ પસાર થવાના છે તેવી પાકી ખાતરી હતી તેથી લુંટનો પ્લાન ઘડી કાન્તી પટેલ અને હરેશ રાજગોરને લુંટ કરવા બોલાવ્યા હતા.ટીબી ત્રણ રસ્તાથી પીછો કર્યો હતો અને લુંટ ચલાવી હતી.પોલીસે ગુનામાં ઉપયોગમાં લીધેલ બાઇક પણ કબજે લીધું છે.

અન્ય સમાચારો પણ છે...