તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • હિંમતનગર | હિંમતનગરમાંરહેતા નટવરભાઇ મોતીભાઇ પટેલ પરીમલ કોર્પોરેશન નામની પેઢીના

હિંમતનગર | હિંમતનગરમાંરહેતા નટવરભાઇ મોતીભાઇ પટેલ પરીમલ કોર્પોરેશન નામની પેઢીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હિંમતનગર | હિંમતનગરમાંરહેતા નટવરભાઇ મોતીભાઇ પટેલ પરીમલ કોર્પોરેશન નામની પેઢીના માધ્યમથી ઔદ્યોગિક એકમોમાં ઇમ્પોર્ટેડ કોલ (કોલસો) સપ્લાય કરવાનો વ્યવસાય કરે છે. જે અંતર્ગત તેઓ પ્રકાશભાઇ કે. તાતેડ (રહે. ઇલોરા પાર્ક, મહાવીરનગર, હિંમતનગર) અને રોહિતભાઇ કરશનભાઇ પટેલ (રહે.દરામલી, તા.ઇડર)ના પરીચયમાં આવ્યા હતાં અને બંને જણા નટવરભાઇ પાસેથી કલોલની ખાત્રજ ચોકડી પાસે કારોલી ગામની સીમમાં ગત તા. 09/11/2016થી તા.30/11/2016 સુધીના સમયગાળા દરમિયાન બંને જણાએ કુલ 948.02 મેટ્રીક ટન રૂ.45,03,095નો કોલસો ખરીદ્યો હતો અને ત્યારબાદ માલ ખરાબ આવ્યો છે તેમ કહી બહાના કાઢી વારંવાર ઉઘરાણી કરવાં છતાં પેમેન્ટ કરતાં હતા. આથી નટવરભાઇ પટેલને પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતાં તેમણે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

હિંમતનગરના વેપારી સાથે 45 લાખની છેતરપિંડી

અન્ય સમાચારો પણ છે...