તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

4 થી વધુ લોકો એકઠા થવા પર પ્રતિબંધ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેતનપટેલના અપમૃત્યુનું રહસ્ય ઘેરૂ બનતુ જઇ રહ્યું છે ત્યારે પાટીદારોના આક્રોશ વચ્ચે અનિચ્છની બનાવ બનતો અટકાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે 37 (1) મુજબ જાહેરનામુ બહાર પાડી 9 જૂનથી 23 જૂન દરમિયાન જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં 4 કરતા વધારે લોકો એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પાટીદાર યુવકના મોતની ઘટનાએ પાટીદારોમા આક્રોશ પ્રસરાવ્યો છે ત્યારે સિવિલમાં એકઠા થતા પાટીદારો સહિતને અટકાવવા સરકારે વધુ એક નિતી અખત્યાર કરી છે.જેમાં 9 જૂનથી 23 જૂન સુધી જિલ્લામા 4 કરતા વધારે લોકો એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ શુક્રવારે મોડી સાંજે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રમેશ મેરજાએ બહાર પાડ્યું છે.જેનું રાત્રે 12 વાગ્યાથી અમલીકરણ શરૂ થઇ ગયું હતું.સાથોસાથ જિલ્લામા હથિયાર,લાકડી કે ધોકા સાથે જાહેરમા ફરવા ઉપર પ્રતિબંધ ફરમાવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...