તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમી કતલખાને લઈ જવાતા 12 બળદોને પોલીસે બચાવી લીધા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાનગી વીડિયોગ્રાફરથી રી-પોસ્ટ મોર્ટમનો વીડિયો વાયરલ થવાની ભીતિ વ્યકત કરાઈ

સમી | સમી નાયકા રોડ પર અદાણી પાવર હાઉસથી થોડે દુર કેનાલ પરથી ગુરૂવારના રોજ સાંજના સુમારે 12 બળદો લઇ શખ્સો જઇ રહ્યા હતા ત્યારે દુદખાના જીવદયા પ્રેમી ઠાકોર વિષ્ણુજી લગધીરજીને શંકા જતા સમી પોલીને જાણ કરી હતી. સમી પોલીસે પહોંચી જઇ તપાસ કરતા બળદો સમી ખાતે ચાલતા કતલખાનામાં લવાઈ હતા. બળદો લઇને આવનાર શખસ સલીમભાઇ ઇબ્રાહિમભાઇ મોલેસલામ રહે.સમી, મુસ્તુફા બિસ્મીલ્લા જીવાભાઇ વેપારી રહે. સમી,મુસ્તાક રાજુભાઇ રહેમાનભાઇ વેપારી રહે.સમી, વિજયભાઇ ટપુભાઇ લુહાર રહે. ચંન્દ્રપુર પાતરીયા તા. વાંકાનેરને પકડી પાડ્યા હતા. જ્યારે વેપારી નઝીરભાઇ ઇબ્રાહિમભાઇ સમી, સૈયદ સત્તારભાઇ ગફારભાઇ સમી, વાળાને બળદ આપવા જતા હોવાનું બહાર આવતાં તે દિશામાં તપાસ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...