તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ધનપુરામાં દંપત પર હુમલો લૂંટના કેસમાં અારોપીને સાત વર્ષની કેદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધનપુરામાં દંપત પર હુમલો-લૂંટના કેસમાં અારોપીને સાત વર્ષની કેદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ચુકાદો| 10 માસ પહેલાંની ઘટનામાં મહેસાણા કોર્ટનો ચુકાદો

અદાવત રાખી ધારીયું-લાકડી સહિત હથિયારોથી હુમલો કર્યો હતો, આરોપી જયરામ દેસાઇને કેદ અને 5 હજાર દંડ ફટકાર્યો

બહુચરાજીતાલુકાના ધનપુરા ગામે એક વર્ષ પૂર્વે મકાનના આંગણામાં સૂઇ રહેલા દંપતી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાના કેસમાં આરોપી જયરામ પ્રભાતભાઇ દેસાઇને મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટે કસુરવાર ઠરાવી 7 વર્ષની કેદ અને રૂ.5 હજાર દંડ ફટકાર્યો હતો.

ધનપુરા ગામના ગણેશભાઇ બબાભાઇ રબારી ગત 29 મે, 2016ના રોજ રાત્રે 11-30 વાગ્યે પત્ની જશીબેન સાથે ઘરના આંગણામાં ડેલામાં સૂઇ રહ્યા હતાં. તે વખતે અગાઉના ઝઘડાની અદાવત રાખી તેમના મહોલ્લાના જયરામભાઇ પ્રભાતભાઇ દેસાઇ સહિત ધારિયુ, લાકડી સહિતના જીવલેણ હથિયારો વડે હુમલો કર્યો હતો. માથામાં ગંભીર ઇજા થયેલી હાલતમાં ગણેશભાઇ લોહી નીતરતી હાલતમાં જમીન પર ફસડાઇ પડ્યા હતા.

જેમાં હુમલાખોરો તેમના ગળામાંથી સોનાનો રૂ.30 હજારનો દોરો લૂંટી નાસી ગયા હતા. ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયેલા ગણેશભાઇ રબારીએ બહુચરાજી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

મહેસાણા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ડી.એ. જોષી સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ ભરત જી.પટેલની દલીલો અને ફરિયાદીની જુબાનીને ધ્યાને લઇ કોર્ટે સોમવારે જયરામ ઉર્ફે જેકી પ્રભાતભાઇ દેસાઇને કલમ 397 અંતર્ગત 7 વર્ષની કેદ અને રૂ.5 હજાર દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો