તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • કડી તા.પં.ની સામાન્ય સભામાં કોંગ્રેસના 13 સભ્યો ગેરહાજર, વિખવાદની ચર્ચા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડી તા.પં.ની સામાન્ય સભામાં કોંગ્રેસના 13 સભ્યો ગેરહાજર, વિખવાદની ચર્ચા

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપશાસિત કડી તાલુકા પંચાયતની સોમવારે મળેલી સામાન્ય સભામાં વિપક્ષની ગેરહાજરીમાં શાસક પક્ષે પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કર્યુ હતું. કોંગ્રેસના 14 પૈકી 13 સભ્યો ગેરહાજર રહેતાં પક્ષનો આંતિરક સપાટી પર આવ્યો હતો.

કડી તાલુકા પંચાયતમાં સોમવારે પ્રમુખ સપનાબેન પટેલની અધ્યક્ષતામાં ટીડીઓ એસ.કે.મેણાતની ઉપસ્થિતમાં સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં પ્રમુખે રૂ.2 કરોડ 11 લાખની આવકવાળું બજેટ રજૂ કર્યુ હતું. બજેટને એકમાત્ર કોંગ્રેસી સદસ્ય પ્રતિક પટેલની ઉપસ્થિતમાં ભાજપના 16 સદસ્યોએ સર્વાનુમતે મંજૂર કર્યુ હતું. તેમજ તાજેતરમાં મહિલા સમરસ બનેલી ઉમાનગર ગ્રામ પંચાયતના મહિલા સરપંચે અંગત કારણોસર આપેલું રાજીનામું મંજૂર કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, કડી કોંગ્રેસ પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારોએ પૂર્વ કારોબારી ચેરમેન પ્રહલાદભાઈ પટેલના સમર્થનમાં પક્ષમાંથી રાજીનામા આપી દીધા હતા. જે નારાજગી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પણ દેખાઇ હતી.

વિપક્ષની ગેરહાજરીમાં બજેટ સર્વાનુમતે મંજૂર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો