તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ભેગા થયેલા લોકો વચ્ચે મારામારી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દંપતીના ઝઘડામાં સમાધાન કરવા ભેગા થયેલા લોકો વચ્ચે મારામારી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઊંઝામાંવિસનગર રોડ પર આવેલા પ્રતિક બંગ્લોઝમાં રહેતા દંપતી વચ્ચે બોલાચાલી થતાં પત્ની પિયર જતી રહી હતી. બાદમાં પરિવારજનોએ મામલે સમાધાન માટે ફોન કરતાં મહિલાના સંબંધીઓ સાથે મિટિંગ કરવા જતા મામલો બિચક્યો હતો.જ્યાં મહિલાના પતિ સહિત શખસોએ મારામારી કરી હતી. જેમાં મહિલાના કપડા ફાડી નિર્લજ્જ હુમલો કર્યો હતો તેમજ તેણીની સાથેના પરિચિતને પણ માર માર્યો હોવા અંગે મહિલાએ તેના પતિ સહિત 4 શખસો સામે ઊંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

ઊંઝાના પ્રતિક બંગ્લોઝમાં મીનલબેન અને તેમના પતિ સુજાનકુમાર પટેલ વચ્ચે અગાઉ બોલાચાલી થતાં મીનલબેન તેમના પિયર જતા રહેતા મામલે તેમના પિતાને ફોન કરીને સુજાનકુમારના પરિવારજનોએ સમાધાન માટે રવિવારે બપોરે બોલાવ્યા હતા. તેમની સાથે મીનલબેન તેમના સંબંધી સાથે મિટિંગ કરવા જતાં મામલો બીચક્યો હતો. જેમાં મહિલાના સંબંધીના એક શખસે વાળ પકડી લાફો માર્યો હતો અને અન્યએ ગળુ દબાવી મારામારી કરી હતી. જ્યારે મહિલાના પતિએ તેણીનાં કપડાં ફાડી અપમાનિત કરી હતી.

અંગે મીનલબેન સુજાનકુમાર પટેલે ઊંઝા પોલીસ સ્ટેશનમાં મંજુલાબેન પ્રવિણભાઇ પટેલ, સુજાનકુમાર પ્રવિણભાઇ પટેલ, ગણેશપાર્કમાં રહેતા પ્રવિણભાઇ દ્વારકાદાસ પટેલ તેમજ મુકેશભાઇ પટેલ વિરુદ્ધ આઇપીસી કલમ 354, 323, 498 (ક) મુજબ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ હેડકો અનુજી ચલાવી રહ્યા છે.

ઊંઝાના પ્રતિક બંગ્લોઝમાં બનેલી ઘટના

મહિલાએ પતિ સહિત 4 સાસરિયાં સામે ફરિયાદ કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો