તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ઊંઝામાં ખેતેશ્વર અને શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊંઝામાં ખેતેશ્વર અને શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટીના સંચાલકો સામે ફરિયાદ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અર્બુદા બાદ વધુ 2 ક્રેડિટ સોસાયટીનું ભોપાળું બહાર આવ્યું

શુભલક્ષ્મીમાં 45 લાખ ડૂબ્યા

118 ખાતેદારોના 30 લાખ ઉઘરાવી ખેતેશ્વરની ઓફિસને તાળું મારી દીધું

અર્બુદાબાદ વધુ 2 ક્રેડિટ સોસાયટીનું ઉઠમણું બહાર આવ્યું છે. ઊંઝાની ખેતેશ્વર ક્રેડીટ સોસાયટીએ રૂ.30 લાખ અને શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટીએ રૂ.45 લાખનો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ ઊંઝા પોલીસ મથકમાં નોંધાઇ છે.

ઊંઝા સ્થિત ખેતેશ્વર અર્બન ક્રેડીટ સોસાયટીના સંચાલક રાકેશ જયંતિભાઇ રાવલ અને રાજેશ બાબુભાઇ પટેલે અન્ય ડિરેકટરો સાથે મળી ટૂંકા ગાળામા મૂડી સામે ઊંચુ વ્યાજ આપવાની લાલચ આપી 118 સભ્યો બનાવ્યા હતા અને તેમની પાસેથી કુલ રૂ.30 લાખ ઉઘરાવ્યા હતા. પાકતી મુદતે નાણાં આપવાના સમયે સંચાલકોએ ઓફિસનું શટર પાડી દીધું હતું. જેને કારણે છેતરાયેલા લોકો ઓફિસના ચક્કર ખાઇ ખાઇને કંટાળી ગયા હતા. પરંતુ કોઇ પરિણામ નહીં મળતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો. જેમાં ગણેશભાઇ છગનભાઇ નામના ખાતેદારે ઊંઝા પોલીસ મથકમાં ખેતેશ્વર ક્રેડિટ સોસાયટીના રાકેશ જયંતિભાઇ રાવલ, રાજેશ બાબુભાઇ પટેલ અને ડિરેકટરો વિરુદ્ધ રૂ.30 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

ઊંઝામાં વિસનગર ચોકડી પર આવેલા શિલ્પ કોમ્પલેક્ષમાં છેલ્લા 1 વર્ષથી કાર્યરત શુભલક્ષ્મી ક્રેડિટ સોસાયટીના સંચાલકો દૈનિક બચત ખાતુ ખોલી 600થી વધુ લોકોના રૂ.45 લાખથી વધુ લઇ ભૂગર્ભમાં ઊતરી ગયા છે. સંચાલકો સ્થાવર મિલકત વેચાયા બાદ નાણાં પરત કરવાના વાયદાઓની મુદત વધતાં રોકાણકારોએ કરેલી રજૂઆતને પગલે જિલ્લા પોલીસવડાએ ઊંઝા પોલીસને ફરિયાદ નોંધવા સૂચના આપી હતી. જેને પગલે ઊંઝા પોલીસે શુભલક્ષ્મી સોસાયટીના સંચાલક માનસિંગભાઇ સવજીભાઇ ચૌધરી અને ડિરેકટરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો