તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂઝ ફટાફટ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પૂર્વાનુમાન | આકાશસ્વચ્છ રહેશે. ગરમીનું પ્રમાણ જળવાઇ રહેશે.

પાટણમાં પરીક્ષામાં કોપી કરતા 9 પરીક્ષાર્થી ઝડપાયા (પેજ-03)

સૂઇગામની ડુંગળા 2 કેનાલમાં 10 ફૂટનું ગાબડું (પેજ-03)

વડનગર | વડનગરતાલુકા પંચાયત કચેરીમાં સોમવારે મળેલી સામાન્ય સભામાં રૂ.48.64 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું હતું. તાલુકા પંચાયત કચેરી ખાતે સોમવારે તાલુકા પંચાયતના સદ્દસ્યોની ઉપસ્થિતિમાં વર્ષ 2017-18નું રૂ. 48,64,3000ની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે પસાર કરાયું હતું. જેમાં રૂ.4,85,48000ની આવક સામે રૂ.75,1,53000 ખર્ચ રજૂ કરાયો હતો. સરકારી કામો મુજબ વિકાસ લક્ષી બજેટને સદસ્યો મંજૂર કરવામાં આવ્યું હતું.

વડનગર તાલુકા પંચાયતનું પુરાંતવાળું બજેટ મંજૂર

મહેસાણા | ઊંઝામાંકામલી ગામના રસ્તા પર છાપરામાં રહેતાં રાજલબેન ગોવિંદભાઇ દેવીપૂજકના બા રવિવારે સવારે 10 વાગે પગીવાસના નાકેથી પસાર થતા હતા. ત્યારે સફેદ કલરની જીપગાડીના ચાલકે વૃદ્ધાને ટક્કર મારતાં તેમને ગંભીર ઇજા થઇ હતી. બનાવ અંગે રાજલબેન દેવીપૂજકે ઊંઝા પોલીસ સ્ટેશનમાં જીપચાલક વિરુદ્ધ ફરિયાદ કરી હતી.

ઊંઝાના પગીવાસ પાસે જીપની ટક્કરે વૃદ્ધાને ઇજા

થોળ | કડીતાલુકાના મેડા આદરજ ગામના પટેલ સુનિલકુમાર ગોવિંદભાઇ 10મી તારીખે એકટીવા (જીજે 02 બીએન 5778) લઇ ખેતરમાં પાક જોવા માટે ગયા હતા. ત્યારે ખેતરની બાજુમાં આવેલા બોર નજીક પાર્ક કરેલું એકટીવા ખેતરમાં પાક જોઇને પરત આવ્યા ત્યારે જોવા મળ્યું હતું. આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવા છતાં ભાળ મળતાં તેમણે બાવલુ પોલીસ મથકે એકટીવા ચોરાયાની ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કડીના મેડા આદરજ ગામે ખેતરમાંથી એકટીવા ચોરાયું

મહેસાણા| મહેસાણાચોરાસી કડવા પાટીદાર સમાજ દ્વારા કુરિવાજોને તિલાંજલી આપવા રોજ રાત્રે વિવિધ ગામે જઇ ગ્રામસભા યોજાય છે. જે અંતર્ગત કરસનપુરા ગામમાં સભા યોજાઇ હતી. જેમાં દીકરીઓના પ્રશ્નો, સિદ્ધપુરના જમણવાર, બેસણામાં જમણવાર, લગ્નોના ખોટા ખર્ચ પર નિયંત્રણ, શિક્ષણના મહત્વ સહિતના વિષયો પર ચર્ચા કરાઇ હતી. સભાનું આયોજન બી.જી.પટેલની દેખરેખ હેઠળ કરાયું હતું.

કરસનપુરામાં ચોરાસી કડવા પાટીદારોની રાત્રિસભા યોજાઇ

સતલાસણા કોલેજમાં થેલેસેમિયા ટેસ્ટ યોજાયો

સતલાસણા | સતલાસણાનીઆર.એમ.પ્રજાપતિ આર્ટસ કોલેજમાં રાષ્ટ્રીય સેવા યોજનાના ઉપક્રમે અમદાવાદની રેડક્રોસ સોસાયટી દ્વારા બીએ સેમ-1માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો થેલેસેમિયા ટેસ્ટ યોજાયો હતો. જેમાં પ્રિ.ડૉ.જયેશ બારોટના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રો.ડૉ.શૈલેષ જોષી અને પ્રો.ભારતી પટેલે થેલેસેમિયા અંગે માર્ગદર્શન આપી દરેક વિદ્યાર્થીનો ટેસ્ટ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો