તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્ટેટ બેન્કની ગોપીનાળા શાખાના ATM પર કતાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાણાં ઉપાડવા શહેરીજનોે એકથી બીજા ATMનાં ચક્કર કાપ્યાં

બેન્કોમાં રજા, 80 ટકા ATM પણ બંધ રહ્યા, મોડી સાંજે એક ચાલુ

નોટબંધીનાપગલે દિવસો સુધી બેન્કોમાં નાણાં બદલવા, ખાતામાં ભરવા તેમજ ઉપાડવા લાઈનો લાગી હતી. હવે માત્ર નાણાં ભરવા કે ઉપાડવા લાઈનો લાગે છે. સામાન્ય દિવસોમાં તો ATM બંધ હોય તો બેન્કમાં જઈ લાઈનમાં ઊભા રહી નાણાં મેળવી લેવાતાં હતાં. જો કે, બે દિવસ બેન્કોમાં રજા છે ત્યારે લોકોને પોતાના ખાતામાંથી નાણાં મેળવવાનો એક માત્ર સહારો ATM છે. પરંતુ શનિવારે દિવ્ય ભાસ્કરે શહેરનાં 28 ATMની મુલાકાત લઈ રિયાલિટી ચેક કર્યું તો 6 ATMમાંથી અલગ અલગ સમયે લોકો રોકડ મેળવી શક્યા હતા. બાકીના ATMનાં શટર બંધ હતાં કે રોકડ નહોતી. ચાલુ હતા તે એટીએમ પણ સમયાંતરે બંધ થઈ ગયાં હતાં. મોડી સાંજે 7-30 વાગ્યે તો એક ATM એવું હતું જેમાંથી રોકડ મળી રહી હતી.

કંટ્રોલરૂમમાં શનિવારે એક ફરિયાદ : ATM બંધ છે

નોટબંધીબાદ નાગરિકોને પડી રહેલી મુશ્કેલી અંગે ફરિયાદ કે સૂચન કરવા માટે શરૂ કરાયેલા જિલ્લા કન્ટ્રોલરૂમમાં શનિવારે માત્ર એક ફરિયાદ મળી હતી. સવારે 10-15 વાગ્યે રાધેશ્યામ ઠક્કર નામના નાગરિકે રાધનપુર ચોકડી પાસેનું એક્સીસ બેન્કનું એટીએમ બંધ હોવાની ફરિયાદ કરી હતી.

દેનાબેક એટીએમ બંધ રાજમહેલ રોડ સમય સવારે 10-40 વાગે

}ATM ચાલુ પણ કનેક્ટીવિટી ખોરવાઈ

એસટીવર્કશોપ રોડ પર શ્રીનાથ હોલની સામે આવેલા વિજ્યા બેન્કનું ATM ખુલ્લું હતું અને રોકડ પણ મળતી હતી. પરંતુ સાંજે 5-30 વાગ્યા બાદ કનેક્ટીવિટી ખોરવાતાં અહીં આવેલા લોકોએ વિલા મોઢે પરત ફરવું પડ્યું હતું.

નોટોના બદલે નિસાસા મળ્યા

}રૂ.2000ની નોટ હોઈ પૈસા લીધા

એસબીઆઈનીહાઈવે શાખાના એટીએમમાંથી ખાલી હાથે પરત ફરેલા ભાવિનભાઈ ભાવસારે જણાવ્યું હતું કે, મારે રૂ.500ની જરૂર હતી. લાઈનમાં ઊભો રહીને પૈસા કાઢવા ગયો ત્યારે મશીનમાં રૂ.2000ની નોટો હોઈ પૈસા નહોતા કાઢ્યા.

}ત્રણએટીએમ ફર્યા બાદ પૈસા મળ્યા

રાધનપુરરોડ પર રહેતા કિર્તીજી ઠાકોરે જણાવ્યું હતું કે, પિતાની કિડનીઓ ખરાબ હોઈ રાબેતા મુજબ ડાયાલિસીસ કરાવવા પૈસાની જરૂર હોઈ ત્રણ એટીએમ ફર્યા બાદ પરફેક્ટ પ્લાઝામાં એસબીઆઈના એટીએમમાંથી પૈસા મળ્યા.

}દંપતીએકહ્યું,શાકભાજી કેમ ખરીદવીω

ઋષભમોદી તથા સાક્ષી મોદીએ જણાવ્યું હતું કે, મોટાભાગનાં એટીએમ બંધ છે, અા એટીએમ ચાલુ છે પરંતુ રૂ.2000ની નોટ મળે છે. ખિસ્સામાં રૂ.20 પડ્યા છે. શાકભાજી પણ કેવી રીતે ખરીદવીω

}પૈસામાટે બધે ફરીને અહીં આવ્યો છું

સાંજે6-30 વાગ્યે હાઈવે એસબીઆઈના એટીએમની લાઈનમાં ઊભેલા પાર્થ પટેલે જણાવ્યું કે, મિત્રના રિસેપ્શનમાં જવાનું છે, ગિફ્ટ ખરીદવા પૈસા જોઈતા હોઈ મોઢેરા રોડ પર બેન્ક ઓફ ઈન્ડિયા, એસબીઆઈ, હાઈવે પર પંજાબ નેશનલ, એક્સીસ સહિતનાં એટીએમ પર ગયો પણ બંધ હોઈ છેવટે અહીં આવ્યો છું.

SBIની હાઈવે શાખા બહારનું ATM દિવસભર ચાલું હતું અને તેમાંથી નાણાં મળતાં હોઈ, બધી જગ્યાએ ફરીને લોકો છેવટે અહીં આવતા હતા. એક ATM એવું હતું. જે રાત્રે 7-30 વાગ્યે પણ ચાલુ હોઈ લાંબી કતાર લાગી હતી. પરંતુ અહીં રૂ.2 હજારની નોટ મળતી હતી. જ્યારે ગોપીનાળા બહાર આવેલા સ્ટેટ બેંકના એટીએમ બહાર બપોરે લાઇન જોવા મળી હતી.

હાલાકીનો દિવસ

28 એટીએમ ચેક કર્યા, 6 ચાલુ હતા, બાકીનાનાં શટર બંધ હતા

અન્ય સમાચારો પણ છે...