તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા જિ.માં ખાતા ખોલવા સ્પેશિયલ ડ્રાઇવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા | જિલ્લાકલેકટર આલોક કુમારના આદેશને પગલે શનિવારે બેંક ખાતા ખોલવા સ્પેશિયલ ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં કડીયા નાકા વિસનગર, જીઆઇડીસી મહેસાણા, કડી તાલુકાની દૂધ મંડળીઓ, બેન્ક ઓફ બરોડા, વડનગર, સતલાસણા, વિજાપુર સહિત વિવિધ જગ્યાએ ખાસ કેમ્પો યોજાયા હતા. તેમજ બેન્ક કર્મચારીઓ દ્વારા વિવિધ ગામોમાં ખાતા ખોલવા માટે મુલાકાત કરાઇ હતી. ઔધોગિક યુનિટોમાં કામ કરતા કામદારો, શ્રમિકો, છુટક મજૂરો, સભાસદો, દૂધ ઉત્પાદકો સહિત વિવિધ બાકી લોકોના ખાતા ખોલવાની શરૂઆત કરી હતી. ઉપરાંત બેન્કો દ્વારા કેશલેસ વ્યવહાર કરવા બાબતે સમજ આપતા કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

મહેસાણા જિલ્લામાં

અન્ય સમાચારો પણ છે...