તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અડાલજથી બાઈકની ચોરનાર આતરસુંબાનો ઈસમ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ | નડિયાદ

અડાલજમધરડેરી કમ્પાઉન્ડમાંથી 10 માસ પહેલા બાઈકની ઉઠાંતરી કરનાર આતરસુંબાના એક ઈસમે એલ.સી.બી પોલીસે કપડવંજ બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ખેડા એલ.સી.બી સ્ટાફના એ.એસ.આઈ સરફરાજહુસેન પોતાના સ્ટાફ સાથે કપડવંજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. તેઓ કપડવંજ બસ સ્ટેન્ડ ચોકડી પાસે વાહનચેકીંગ કરતા હતા ત્યારે એક ઈસમ બાઈક લઈ પસાર થતા પોલીસે તેને ઉભો રાખી પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ અનીલભાઈ ઉર્ફે બોડો ભીમાભાઈ પરમાર (ઠાકોર, રહે.આતરસુંબા, પશુ દવાખાનાની સામે, તા.કપડવંજ) હોવાનું જણાવ્યુ હતું. પોલીસે તેની પાસે બાઈકના કાગળો માંગતા તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. જેથી પોલીસે બાઈક િકંમત રૂ. 20 હજારનું કબ્જે લઈ તેની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...