તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Kadi કડી ઔદ્યોગિક વિસ્તારમાં મહેસૂલ પોલીસનું પેટ્રોલીંગ

કડી ઔદ્યોગિક વિસ્તારમાં મહેસૂલ-પોલીસનું પેટ્રોલીંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડીમાં પરપ્રાંતિયો પરના હુમલાના બનાવોને પગલે સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝો મુશ્કેલીમાં મુકાઇ છે. જેને પગલે સ્થાનિક તંત્રના વહીવટી અને પોલીસ અધિકારીઓએ રવિવારે 20 જેટલી કંપનીઓની રૂબરૂ મુલાકત લઈ મેનેજમેન્ટ તથા પરપ્રાંતિય કામદારોને ભયના વાતાવરણમાંથી બહાર કાઢવા પ્રયાસો હાથ ધરાયા છે. કડી શહેર તેમજ ગામોમાં 50 એસઆરપી અને 100 પોલીસનો બંદોબસ્ત તૈનાત કરાયો છે.

વિઠ્ઠલાપુર સ્થિત હોન્ડા, મારૂતિ, મિન્ડા સહિત કડી જીઆઈડીસીમાં આવેલી સેરા, સોમાણી, બિસાઝા અને બોરીસણામાં આવેલી પ્લાસ્ટિક ઈન્ડસ્ટ્રીઝોની કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. કડીમાં અવાર નવાર પરપ્રાંતિયો સાથે મારામારીના બનાવોને પગલે વતનની વાટ પકડી છે. ત્યારે પરપ્રાંતિયોનો ભય દૂર કરવા અને ઉદ્યોગ-ધંધા ફરીથી કાર્યરત કરવા કલેક્ટર એચ.કે. પટેલના આદેશને પગલે કડી મામલતદાર મહેશભાઈ ગોસ્વામી, પીઆઈ પી.એસ.ગઢવી, ટીડીઓ એમ.વી.ઝાલા સહિત 6 નાયબ મામલતદારોએ રવિવાર સવારથી 20 જેટલી પરપ્રાંતિય કામદારોની અસર કરતી કંપનીઓમાં રૂબરૂ મુલાકત કરી હતી. કંપનીના મેનેજમેન્ટ સાથે તેમજ પરપ્રાંતિય કામદારોને મળી ભય દૂરવાનો પ્રયાસ હાથ ધરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...