• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડીના કાસ્વા અને કુંડાળમાં, વિસનગરના રંગાકુઈમાં ઊંઝાના દાસજગામે નાગપંચમી નિમિત્તે મેળો ભરાયો

કડીના કાસ્વા અને કુંડાળમાં, વિસનગરના રંગાકુઈમાં ઊંઝાના દાસજગામે નાગપંચમી નિમિત્તે મેળો ભરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી: કડીનાગોગા મહારાજ ધામ કાસ્વામા વર્ષોથી નાગપંચમીનો મેળો ભરાય છે. શુક્રવારને રાત થી લઈ શનિવાર રાત સુધી અવિરત દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ રહે છે.ગોગા મહારાજ ધામ કાસ્વામા લોક મેળાને પગલે નાના ભૂવાજી ગણેશભગત રાયમલભાઈ દેસાઈ, યુવા અગ્રણી દિનેશભાઈ સહિતનાઓ દિવસ રાત ભારે જહેમત ઉઠાવી દર્શને આવતા સૌ કોઈ ભક્તોની સેવા માટે તત્પર રહે છે. કડીના કુંડાળ ગામ સ્થિત કામનાથ મહાદેવ ખાતે પણ વર્ષો જુની પરંપરા મુજબ મેળો ભરાય છે.

વિસનગર: તાલુકાનારંગાકુઇમાં પ્રાચીન દાસજીયા ગોગ મહારાજનું મંદિર આવેલ છે. જેમાં ગ્રામજનો સહિત આજુબાજુના લોકો માટે આસ્થાનું પ્રતિક હોય દર નાગ પંચમીએ લોકમેળો યોજાય છે. જ્યાં નાગપંચમીના દિવસે વહેલી સવારથી મંદિરમાં નાગદેવતાની આરધના કરવા માટે શ્રધ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. ત્યારબાદ નાગદેવતાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

જે શોભાયાત્રા મુખ્ય વિસ્તારોમાં થઇ ગામમાં ફરી હતી. યોજાયેલા લોકમેળામાં ગામ સહિત આજુબાજુના ગામડામાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

ઊંઝા:પૌરાણિકમાહાત્મ્ય ધરાવતું આસ્થાનું પ્રતિક દાસજીયા ગોગા મહારાજનું ધામ દાસજ ગામ દાસજીયા ગોગ મહારાજ તરીકે જગવિખ્યાત થયા.જ્યાં નાગપંચમીએ મેળો ભરાય છે. દર્શનાર્થે પધારેલા ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા કતાર બદ્ધ દર્શનની સુલભ વ્યવસ્થા, નિઃશુલ્ક ચા તેમજ દૂરથી આવેલ ભક્તો માટે રોકાવાવની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...