Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીટિંગ HC જજ દ્વારા ઉના કાંડ તપાસ માટે પિટિશન કરીશું
ઉનામાંદલિતો પર થયેલા દમનની ઘટનાએ રાજકીય રંગ પકડી લીધો છે ત્યારે બીજી તરફ ઓએસએસ મંચના કન્વિનર અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ‘થાનગઢ દલિત હત્યાકાંડમાં 3 માંથી 2 દલિતોના કેસમાં જે રીતે સી સમરી ભરી દેવામાં આવી તે જોતાં સરકારી તપાસ સંસ્થાઓ પર હવે અમારો ભરોસો રહ્યો નથી. તેથી પોલીસ, સીઆઈડી, સીબીઆઈ કે પછી એસઆઈટી દ્વારા મામલાની કેટલી નિષ્પક્ષ તપાસ થશે તે અંગે પ્રશ્ન છે.
અમારા માટે હવે ફક્ત ન્યાયતંત્ર એક માત્ર આશરો બચ્યો છે. તેથી અમે એક કે બે દિવસમાં નામદાર હાઈકોર્ટમાં સ્પેશીયલ પીટીશન કરીને હાઈકોર્ટના સીટીંગ ન્યાયાધીશના વડપણ હેઠળ ઉનાકાંડની તપાસની માંગણી કરવાના છીએ.’ સાથે અલ્પેશ પટેલે સામાજીક ન્યાય ખાતાના મંત્રી રમણલાલ વોરાના તેમજ ગૃહમંત્રી રજની પટેલના તાત્કાલિક અસરથી રાજીનામાનું માગણી કરી છે.
અંગે મંચના સભ્ય કાંતિભાઈએ જણાવ્યું કે ‘અમે જુલાઈ 2015માં અનુસુચિત જાતિ કલ્યાણ વિભાગમાં પત્ર લખીને જાણ કરી હતી કે રાજ્યમાં દલિતો પર થતાં અત્યાચારની માત્રામાં ઘણો વધારો થયો છે. આમ અમે સરકારને અગાઉથી જાણ કરી હોવા છતાં સરકારે ધ્યાન અપતા ઉનામાં દલિતો પર દમન થયું છે. તેથી અમે હવે હાઈકોર્ટમાં સીટીંગ ન્યાયાધીશના વડપણમાં તપાસ કમીટી રચાય તે માટે પીટીશન કરીશું.
સરકારી તપાસ સંસ્થા પર ભરોસો નથી: અલ્પેશ