તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરામીનાળામાં 5 બોટમાંથી 13 માછીમાર ભાગી છૂટ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સપ્તાહપહેલાં ભારત પાક.ની લખપતની ક્રીક સીમાના હરામીનાળા વિસ્તારમાંથી એક દિવસમાં પાંચ પાક. બોટ બિનવારસુ પકડાઈ હતી, પણ રાબેતા મુજબ માછીમારો ભાગી છૂટ્યા હતા. સીમા સુરક્ષા દળની ટુકડીઓના પેટ્રોલિંગનો અવાજ સાંભળીને પોતાની સીમામાં ભાગી છૂટનારા માછીમારો હતા કે માછીમારોના સ્વાંગમાં આવેલા ઘૂસણખોરો હતા મુદ્દો તપાસનો છે, પરંતુ બંધ સીઝન હોવા છતાં એક સાથે પાંચ બોટ ભારતીય સીમામાં ઘૂસી આવે તે પણ નાપાક સળવળાટનો ભાગ હોય તેમ જણાયું છે. પાંચ બોટ તો માછલીઓના નહીંવત જથ્થા સાથે પકડાઇ ગઇ હતી. દરમિયાન, ક્રીકમાંથી ભાગી જનારા પાક. માછીમારોની સંખ્યા 13 હોવાનું જાણવા મળ્યું છે.

બીએસઅેફના ક્રોકોડાઇલ કમાન્ડોએ વિસ્તારમાંથી 7 જણને પકડ્યા હતા, પણ તેમના સોર્સ હોવાનું જણાતાં છોડી દીધા હતા. સલામતી દળોમાં આંતરિક સંકલનની ખામી વધુ એક વખત સપાટી પર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો