તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત બંધની સાથે સાથે...

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દલિતોનો આક્રોશ ચક્કાજામ, તોડફોડ

સુરતમાં વિશાળ રેલી સાથે દલિતોએ કલેક્ટરને આવેદન આપ્યા હતા. કલેક્ટરને કચેરીમાંથી નીચે બોલાવવાની જીદ પકડી હતી. જોકે કલેક્ટર વ્યસ્ત હોવાથી અધિક કલેક્ટરે આવેદન સ્વીકાર્યું હતું.

સુરત|વિશાળ રેલી , આવેદન આપ્યું

વંથલી|નેશનલ હાઈવે બંધ કરી દીધો

વંથલીમાં દલિત બહેનોએ નેશનલ હાઇવે દોઢ થી બે કલાક માટે બ્લોક કરી દીધો હતો. જેને પગલે રોડ પરનો વાહન વ્યવહાર બંધ થઇ ગયો હતો અને વાહનોની કતારો લાગી હતી.

પાલનપુર|દોઢ કલાક સુધી રસ્તા જામ

પાલનપુરમાં દલિતો હાથમાં ડંડા સાથે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. જ્યાં કેટલાક વેપારીઓ સાથે ચકમચ ઝરી હતી. રેલીના પગલે દોઢ કલાક સુધી રસ્તા પર ચક્કાજામ થઈ ગયો હતો.

ગોંડલ|તમામ બજારો બંધ રહ્યા

દલિત સમાજે બંધનું એલાન આપી રાજ્યભરના શહેરો અને ગામડાઓમાં રેલી કાઢી હતી. જેના પગલે લગભગ તમામ શહેરોની બજારો બંધ રહી હતી. ગોંડલની બજારો સૂમસામ દેખાય છે.

કોડીનાર|ડેપોમાં બસના કાચ ફોડ્યા

કોડીનારમાં દલિતોની રેલી દરમિયાન અેસટી બસોને નિશાન બનાવી હતી અને રસ્તા પરથી પસાર થતી બસોના કાચ ફોડી નાખ્યા હતા. ત્યાર બાદ બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી.

મોડાસા|બ્લ્યૂ ધ્વજ સાથે વિશાળ રેલી

મોડાસામાં દલિતોની રેલી યોજાઇ હતી. જેમાં ટોળાએ દુકાન બંધ કરાવવાના મુદ્દે ભારે તોડફોડ મચાવી વેપારીઓને ક્રૂરતાપૂર્વક માર મારતાં પંથકમાં તંગદિલી સર્જાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો