તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • Kadi
 • ઊનાનાં સમઢિયાળાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત, તમામ જિલ્લામાં આવેદન અપાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઊનાનાં સમઢિયાળાની ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત, તમામ જિલ્લામાં આવેદન અપાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
AAP નેતા કલસરિયાએ દલિતોની નાડ પારખી

રાજ્યમાં દલિત સમાજ રસ્તા પર ઉતર્યો

ભાસ્કરન્યૂઝ. રાજકોટ/જૂનાગઢ/અમદાવાદ/મહેસાણા

ઉનાનાસામઢિયાળી ઘટનામાં દલિતો પર અત્યાચારના મુદ્દે દલિત સમાજ દ્વારા અપાયેલા ગુજરાત બંધને પગલે બુધવારે સમગ્ર રાજ્યમાં દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સૌરાષ્ટ્ર, ઝાલાવાડ, ઉત્તરગુજરાત, અમદાવાદ, ભાવનગરમાં દલિત સમાજ દ્વારા શહેર અને મુખ્ય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. પાટીદારોના આંદોલન સમયે પ્રતિકાત્મક પગલાંને પરિણામે પોલીસે નાલેશી ભોગવવી પડી હતી. આથી, બુધવારે દલિત સમાજના વિરોધના સમયે પોલિસ કોઈ કાર્યવાહી કરવાને બદલે મૂક પ્રેક્ષક બનીને ઊભી રહી હતી.

સમગ્ર રાજ્યમાં આજે અજંપાભરી શાંતિ જોવા મળી હતી. બુધવારે દલિત સમાજની મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી અને ઠેરઠેર રસ્તા પર બેસી જઈને તેમણે ચક્કાજામ કર્યો હતો. પોરબંદર-જૂનાગઢ, વંથલી-જૂનાગઢ અને જૂનાગઢ-સોમનાથ હાઇવે, રાજકોટથી મોરબી, ગોંડલ, જામનગર,જેતપુર તરફ જતા માર્ગો, ભાવનગર શહેર અને જિલ્લામાં મુખ્ય માર્ગો પર, ઉત્તર ગુજરાતમાં મહેસાણા હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો, મોડાસાના માલપુર રોડ, સિદ્ધપુર ચાર રસ્તા, પાટણ શહેરના મુખ્ય ચાર રસ્તા, સોમનાથ રોડ,પાલનપુર-ડીસા રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

સૌરાષ્ટ્રમાં દલિત આંદોલનને પગલે એસ.ટી. વ્યવહારને ગંભીર અસર પહોંચી છે. સાવચેતીના પગલા રૂપે રાજકોટ ડેપોની 55, જૂનાગઢ ડેપોની 500 તેમજ અમરેલી ડેપોની 200 મળી કુલ 755 બસના રૂટ ગત રાત્રિથી રદ કરી દેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતથી અમદાવાદ તરફ આવતી બસો પણ બંધ કરી દેવાઈ હતી. જેનાપગલે મુસાફરો રઝડી પડ્યા હતા.

ઊનાના સમઢિયાળામાં બનેલી ઘટનાના ઘેરા પડઘા પડ્યા હતા અને ત્રણ દિવસથી રાજકોટ શહેરમાં પણ દલિત સમાજના દેખાવકારો દ્વારા તોડફોડ કરવામાં આવી રહી છે. મંગળવારે રાત્રે વધુ એક બીઆરટીએસ બસ, બે ખાનગી બસ અનેે એક કારના કાચ ફોડી નાખ્યા હતા, તેમજ પાંચ ઘરોમાં સોડાબોટલ ફેંકવામાં આવી હતી. બુધવારે સાંજે સાધુવાસવાણી રોડ પર મનપા દ્વારા તૈયાર કરાયેલું ઓડિટોરિયમ નિશાન બન્યું હતું. ટોળાંએ ઓડિટોરિયમના કાચ ફોડી નાખ્યા હતા.

દલીત યુવકો પર અત્યાચારના મામલે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્યભરમાં દલિત સમાજના લોકો રસ્તા પર ઉમટી આવતાં અને બંધના અપાયેલા એલાનને પગલે છુટાછવાયા બનાવો બન્યા હતા. જેમાં ડીસા ખાતે આવેદનપત્ર આપ્યા બાદ પાલનપુર ખાતે જિલ્લાભરના દલિત સમાજના લોકો એકત્ર થતાં પરિસ્થિતિ અજંપાભરી બની ગઇ હતી. જેથી જાહેર માલ-મિલકતને નુકસાન થાય તે હેતુથી પાલનપુર-ડીસા ડેપોમાંથી આવતી-જતી બસો બપોરે 12 વાગ્યે બંધ કરી દેવાઇ હતી. એસ.ટી. બસ વ્યવહાર અચાનક બંધ થઇ જતાં અભ્યાસ અર્થે આવતાં હજારો વિદ્યાર્થીઓ રઝળી પડ્યા હતા. જ્યારે મુસાફરો પણ અટવાઇ પડ્યા હતા.

દલિત પરિવાર પરનાં અત્યાચારની ઘટનામાં ન્યાય માટે દલિત યુવા સંગઠન દ્વારા 6 મુદ્દાની માંગણી સાથે અાજે સવારે ત્રિકોણ બાગે આવેલી આંબેડકરની પ્રતિમા પાસે બેસી ધરણા કરી રહ્યા હતા. દરમ્યાન દલિત યુવાનોએ કહ્યું હતું કે, વહીવટી તંત્રનાં કેટલાક અધિકારી અમારી વિરૂદ્ધ હોય તેમ બંધ રહેલા ગામને પાછળથી ખોલી નાંખવા જણાવ્યું હતું. પરિણામે દલિત યુવાનો આક્રોશ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. વખતે ઉનાનાં સામતેરનાં દલિત આધેડ રાજાભાઇ પુંજાભાઇ પરમાર (ઉ.50) અચાનક જય ભીમનો નારો લગાવી બાબા આંબેડકરની પ્રતિમા પર ચઢી ગયા હતા. અને અચાનકજ તેમણે એસિડ પી લીધું હતું.

રાજકોટમાં પથ્થરમારો, ત્રણ બસ, કારના કાચ ફોડ્યા

દેખાવોના પગલે બસો બંધ રહેતા હજારો મુસાફરો રઝળ્યા

મુખ્યમંત્રી મળતાં દલિત આધેડે એસિડ પીધું

ઉનામાં દલિત યુવાનો પર થયેલા અત્યાચારને પગલે આજે રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પિડીત પરિવારને ઘેર પહોંચ્યા હતા. આખી ઘટનાની વિગતો જાણી અાનંદીબેને દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે તેમણે અત્યાચાર કરનારાઓને કડક સજા થાય અને ત્વરિત ન્યાય મળે માટે સરકારે તમામ પગલાં લીધા હોવાની સાથે હજુ પણ કડક કાર્યવાહી થશે એવી ધરપત આપી હતી. તેમણે કહ્યું હતું કે, ઘટના અતિ દુ:ખદ અને સભ્ય સમાજ માટે અશોભનિય અને માનવતા વિહીન છે. કૃત્યમાં સંડોવાયેલાઓને બક્ષવામાં નહીં આવે. અને નિયમાનુસાર કડક કાર્યવાહી માટે અધિકારીઓને સુચના આપી છે. બનાવની નિષ્પક્ષ રીતે અને ક્ષતિરહિત રીતે તપાસ થાય માટે સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપવાનો નિર્ણય કર્યાનું પણ તેમણે જણાવ્યું હતું. આજ સુધી પિડીત પરિવારને કરાયેલી મદદ અંગેની વીગતો પણ તેમણે આપી હતી.

મુખયમંત્રીએ પિડીત પરિવાર સાથે દોઢ કલાક ગાળ્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો