• Gujarati News
  • નગરસેવકો હજી કોણ પહેલ કરે તેની રાહ જોઈ રહ્યા છે!

નગરસેવકો હજી કોણ પહેલ કરે તેની રાહ જોઈ રહ્યા છે!

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહેસાણા : શહેરના માર્ગો પર રખડતાં ઢોર હટાવવાની કામગીરી કરવામાં પાલિકા તંત્ર સદંતર ઉદાસિન રહ્યું છે. હાઈકોર્ટના આદેશની અવધિ પૂરી થયા બાદ પણ પાલિકા તંત્રએ શહેરીજનોને તેમના હાલ પર છોડી દીધા છે. દિવ્ય ભાસ્કરે નગરસેવકોને કરેલા સવાલોમાં તેમણે કામગીરી નથી થઈ તે યોગ્ય નથી તેમ તો સ્વીકાર્યું છે અને પાટણમાં નગરસેવકોએ ઝુંબેશ કરી તેવી ઝુંબેશ ચલાવવા તૈયારી તો દર્શાવી રહ્યા છે પરંતુ હજુંએ કોણ પહેલ કરે તેની રાહ જોઈ રહ્યા છે.

જરૂર પડ્યે જાતે પણ કાર્યવાહી કરીશું

1.યોગ્યનથી. કાર્યવાહી થવી જોઈએ.

2.અમારાસૌની સંયુક્ત જવાબદારી છે. દિવાળી અને સીઓની બદલી પણ નડી ગઈ છે. નવા ચીફ ઓફિસર સાથે ચર્ચા થઈ છે. હવે કંઈક તો કરીશું.

3.ચોક્કસકરી શકાય. બધા સાથે ચર્ચા કરી બીજો રસ્તો નહીં હોય તો જરૂર પડ્યે જાતે પણ કાર્યવાહી કરીશું.

-યોગેશભાઈપટેલ (ટીપીચેરમેન)

આજે પ્રમુખ સાથે ચર્ચા વિચારણા થઈ હતી

1.યોગ્યનથી.

2.અમારીફરજ છે જ. આજે પ્રમુખ સાથે ચર્ચા થઈ હતી તેઓ પણ અંગે ચિંતિત છે અને ઝડપથી કોઈ કામગીરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.

3.કેમનહીં! મિટીંગ કરીને બધા સાથે મળી લાકડી લઈને નીકળી જઈએ એમ હું તો કહું છું.

-ચંદ્રિકાબેનપટેલ (પૂર્વપ્રમુખ)

પરામાં યુવાનોએ ભેગા મળીને ઢોર પકડ્યાં હતાં

1.બિલકુલયોગ્ય નથી.

2.અમારીજવાબદારી છે અને પરામાં ઢોરનો ત્રાસ ખુબ વધી ગયો હતો ત્યારે વિસ્તારના યુવાનોએ ભેગા થઈને જાતે ઢોર ડબામાં પૂર્યાં હતાં. પરંતુ કોઈ પાંજરાપોળ લેવા તૈયાર નહોતી.

3.પ્રમુખઅને પાલિકા રસ લેશે તો અમે તૈયાર છીએ ફરીથી પણ પકડીશું.

-કનુભાઈએમ.પટેલ (ચેરમેન,ભૂ.ગ.કમિટી)

પ્રમુખ દરેકને કહેશે તો વિરોધ પક્ષ તરીકે અમે સાથે છીએ

1.નાયોગ્ય નથી. સત્તાધિશો હાઈકોર્ટના હુકમનો અનાદર કરતા હોય તો આમ જનતાનું શું. 2.અમારીજવાબદારીખરીને. હુકમનો તાત્કાલિક અમલ કરવો એવું અમે બોર્ડ મિટીંગમાં કહ્યું હતું. વકીલ તરીકે નાગરિકોને કહું છું કે રખડતાં ઢોર કે રસ્તા પરના ખાડા જેવા કારણોથી ઈજા કે નુકસાન થાય તો પાલિકા સામે વળતર માટે દાવો કરી શકે છે. 3.હાલનાસત્તાધિશોની વધુ જવાબદારી છે, પ્રમુખ દરેકને કહેશે તો વિરોધ પક્ષ તરીકે અમે સાથે છીએ. -ઘનશ્યામસોલંકી (વિપક્ષનગરસેવક)

1. કોર્ટના આદેશ બાદ પણ પાલિકાએ કોઈ કાર્યવાહી નથી કરી યોગ્ય છેω

2. પ્રજાના પ્રતિનિધિ તરીકે તમારી જવાબદારી નથીω

3. પાટણમાં પ્રમુખ અને સભ્યોએ જાતે ઝ