• Gujarati News
  • સફાઇ જાગૃતિ માટેબાઇકરેલી

સફાઇ જાગૃતિ માટેબાઇકરેલી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ

સફાઇ જાગૃતિ માટેબાઇકરેલી

કડી|કડી કરણનગ રોડ સ્થિત પરિવાર સેવા ગૃપના સભ્યો દ્વારા રવિવારે લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા બાઇક રેલીનું આયોજન કર્યુ હતું. રેલીમાં જોડાયેલા 70 સભ્યો કરણનગર રોડની 35 જેટલી સોસાયટી\\\"માં ફર્યા હતા.

ખેડૂતોને કૃષિ માર્ગદર્શન

ચાણસ્મા|શિવવિદ્યાલય જિતોડા, ખેતીવાડી નિયામક કચેરી, પાટણના ઉપક્રમે હવામાનની ખેતીવાડી પાકો પર અસર વિષય પર ખેડૂત શિબિર યોજાઇ હતી. મદદનીશ ખેતી નિયામક શૈલેષભાઇ પટેલ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક પ્રો. શાંતિભાઇ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. સંસ્થાએ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ માટે કૃષિ વિષયક પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.

ચાણસ્મા હોસ્પિ. ટ્રસ્ટના હોદ્દેદારો

ચાણસ્મા|મેડિકલ અેન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ ચાણસ્માના નવા વર્ષના હોદ્દેદારોમાં પ્રમુખ પદે પી.પી. પટેલ, ઉપપ્રમુખ પદે મજૂર આગેવાન એડ્વોકેટ મહેન્દ્રભાઇ અમથાભાઇ દેસાઇ, ભૂપેનભાઇ પટેલ, વિવેક પટેલ, મંત્રી અંબાલાલ પટેલ અને અરવિંદભાઇ શાહ, સહમંત્રી રહણછોડભાઇ પટેલ અને રમેશભાઇ સથવાર સહિતની સર્વાનુમતે વરણી કરાઇ હતી.

જિલ્લા પુસ્તકાલયમાં રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઊજવણીના ભાગરૂપે પુસ્તક પ્રદર્શન યોજાયું હતું.

પુસ્તક પ્રદર્શન