તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવસેના સંઘ પ્રમુખ માટે દબાણ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રપતિપદનીચૂંટણી માટે શિવસેના સ્વતંત્ર વલણ અપનાવશે. સાથે પદ માટે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની ઉમેદવારી માટે દબાણ ચાલુ રાખીશું, એમ પણ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે જણાવ્યું છે.

અમે સમયાંતરે જણાવ્યું છે કે હિંદુ રાષ્ટ્રનું સપનું સાકાર કરવા માટે પદ પર ભાગવતથી વધુ કોઈ સક્ષમ નથી. આથી અમે છેલ્લી ઘડી સુધી તેમના નામનો આગ્રહ પકડી રાખીશું.

નોંધનીય છે કે 2012માં પદ માટે ભાજપ પી સંગમાનો ટેકો આપતો હતો ત્યારે શિવસેનાએ યુપીએના ઉમેદવાર પ્રણવ મુખરજીને ટેકો આપ્યો હતો. 2007માં એનડીએના ઉમેદવાર ભૈરોં સિંહ શેખાવતની અવગણના કરીને શિવસેનાએ કોંગ્રેસ નેતા પ્રતિભા પાટીલને વોટ આપ્યો હતો.

એપ્રિલમાં શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને પોતાના મોટા ભાઈ તરીકે વર્ણવ્યા હતા ત્યારે યુતિ વચ્ચેનો તણાવ ઓછો થયો છે એવું લાગતું હતું, પરંતુ વાસ્તવમાં એવું નથી હવે સ્પષ્ટ થાય છે. શિવસેના પાસે 17 સાંસદ અને 63 વિધાનસભ્યો હોવાથી તેના વોટ નિર્ણાયક સાબિત થાય છે, પરંતુ હમણાં સુધી ભાજપ સાથે તેણે પદ માટે આકરું વલણ અપનાવ્યું છે. આથી વખતે તે કેવું વલણ અપનાવે છે તેની પર સૌની મીટ રહેશે.

અન્ય સમાચારો પણ છે...