તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેસાણા સજ્જડ બંધ, બસને આગચંપી, હાઇવે પર ચક્કાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટીદાર યુવકનું આજે ફરી પોસ્ટમોર્ટમ, સીટની રચના કરાઈ

પાટીદારયુવકના અપમૃત્યુના 72 કલાક બાદ પોલીસ અને પાટીદાર આગેવાનો વચ્ચેની ચર્ચાને અંતે મૃતદેહના રી-પોસ્ટમાર્ટમનો નિર્ણય કરાયો છે.ગુરૂવારે રાત્રે મૃતકના પિતાએ જિલ્લા પોલીસવડાને ફરી પોસ્ટમોર્ટમ માટે આપેલી અરજી ગ્રાહ્ય રખાતા શુક્રવારે સવારે ફોરેન્સીક અધિકારીઓ, તબીબોની ટીમ સાથે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી વચ્ચે પોસ્ટમોર્ટમ કરાશે.જોકે, આરોપીઓની ધરપકડ બાદ પુત્રનો મૃતદેહ સ્વીકારવા પિતા મહેન્દ્રભાઇ મક્કમ રહ્યા હતા.

પાટીદાર યુવક કેતન પટેલના મોત મામલે મહેસાણા શહેર અને જિલ્લો ...અનુસંધાન પાના નં. 13સતત બીજા દિવસે પણ સજ્જડ બંધ રહ્યો હતો. ઉત્તર ગુજરાતમાં બંધના એલાનની આંશિક અસર જોવા મળી હતી.વિસનગરના કડામાં તોફાની ટોળાએ એસટી બસને આગ ચાંપી દેતા અફડાતફડી મચી હતી.સાબરકાંઠામાં હિંમતનગર સહકારી જીન વિસ્તાર, વિજાપુર, કડી,ચાણસ્મા, વિસનગર, બહુચરાજી,કુકરવાડા, જોટાણામાં બજારો બંધ રહ્યા હતા.પાટણમાં રેલી કઢીને અાવેદન અપાયુ હતું અને ટાયરો સળગાવાયા હતા. સિધ્ધપુર માર્કેટયાર્ડમાં હરાજી અટકી અને હાઇવે ચકકાજામનો પ્રયાસ કરાયો હતો. ઇડર અને હિંમતનગરમાં પાસના 18 કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

કેસની તપાસ માટે સીટની રચના

કેતન પટેલના રહસ્યમય મૃત્યુએ વિવાદ જગાવ્યો છે ત્યારે તેના મોતની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ માટે અલાયદી સીટની રચના કરવાનો નિર્ણય લીધો છે. જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિકના જણાવ્યા મુજબ DySP અને 2 PIની અલાયદી ટીમ બનાવી સીટની રચના કરાઇ છે. જે તપાસના અંતે રિપોર્ટ આપશે તે ચીફ જ્યુડિશીયલ કોર્ટને મોકલી અપાશે.

ચીફ જ્યુડિશીયલ જજ ને જરૂરી પેપર મોકલી અપાયા

પાટીદાર યુવાનનું મોત ચીફ જ્યુડીશીયલ કસ્ટડીમા થયેલ હોઇ જિલ્લા પોલીસવડાએ સેશન્સ જજને તપાસ સંબધે લેખિત આપ્યું હતું .સેશન્સ જજે સીઆરપીસી 176 મુજબ કેસની તપાસ ચીફ જ્યુડિશીયલ જજને સંભાળી લેવા સુચના આપેલ હોઇ પોલીસે બનાવને લગતા તમામ દસ્તાવેજો ચીફ જ્યુડિશીયલ જજને સોંપયા હોવાનું એડિશનલ ડીજી જે.કે.ભટ્ટે જણાવ્યું હતું.પાટીદાર આગેવાનોના આમરણાંત ઉપવાસ

ન્યાયમાટે લડી રહેલા પાટીદારોએ જવાબદારોની ધરપકડ થાય ત્યાં સુધી મૃતદેહ ઉઠાવવા લીધેલા નિર્ણયને પગલે સીવીલમાં આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય લેવાયો છે.વિજાપુરના ધારાસભ્ય અને પાટીદાર આગેવાન પી.આઇ પટેલે જણાવ્યું હતું કે, આરોપીઓની ધરપકડ થાય ત્યાં સુધી આમરણાંત ઉપવાસ શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...