તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • Kadi ઘેલડા પાસે નર્મદા કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા : બેનો આબાદ બચાવ, એકનું મોત

ઘેલડા પાસે નર્મદા કેનાલમાં ત્રણ યુવાનો ડૂબ્યા : બેનો આબાદ બચાવ, એકનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કડી |દેત્રોજના ઘેલડા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં પાણી ભરવા ગયેલા ત્રણ અજાણ્યા યુવાનો ડૂબ્યા હતા. જે પૈકી બે યુવાનો બહાર નીકળી ગયા હતા, જ્યારે એકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. દેત્રોજ પોલીસે લાશ બહાર કાઢી મોત અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે.

શંકાસ્પદ બનાવને પગલે દેત્રોજ પોલીસે બચી ગયેલા બે યુવાનોની પુછપરછ કરી
કડી નજીક દેત્રોજના ઘેલડા ગામની સીમમાથી પસાર થતી નર્મદાની માઈનોર કેનાલમાં શનિવારે સાંજે અજાણ્યા ત્રણ યુવાનો પાણી ભરવા માટે ગયા હતા. ત્યારે ત્રણેય યુવાનો અચાનક કેનાલના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે, બે યુવાનો કેનાલના પાણીમાંથી મોતને માત આપી આબાદ રીતે બચી ગયા હતા. જોકે, એક યુવાન કેનાલના ઊંડા પાણીમાં ગરક થઈ જતાં મોતને ભેટ્યો હતો. દેત્રોજ પોલીસે યુવાનની લાશ બહાર કાઢી પીએમ માટે દેત્રોજ સરકારી હોસ્પિટલ ખસેડી હતી. આ ઘટના પહેલી નજરે શંકાસ્પદ જણાતાં પોલીસે બનાવ અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે. પીએસઆઈ ઝાલાએ ત્રણ યુવાનો કેનાલમાં ડૂબ્યા હતા, બેનો બચાવ થયો છે જ્યારે એકનું મોત થયું હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...