• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • કડી પાલિકાની નોટિસ છતાં ભાઉપુરા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ ચાલુ

કડી પાલિકાની નોટિસ છતાં ભાઉપુરા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ ચાલુ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંજૂર બિલ્ડિંગ પ્લાન વિરુદ્ધ બાંધકામ છતાં પાલિકા ચૂપ

કડીનાભાઉપુરા સ્થિત નાયકવાસ નજીક રહેણાંક વિસ્તારમાં બિલ્ડર દ્વારા મંજૂર બિલ્ડિંગ પ્લાન વિરુદ્ધ કોર્મિશયલ બાંધકામ કરાતાં પાલિકાએ નોટિસ ફટકારી છે. તેમ છતાં નોટિસને અવગણી બિલ્ડરે બાંધકામ ચાલુ રાખતાં અનેક તર્ક-વિતર્ક ખડા થયા છે.

કડીના ભાઉપુરામાં નાયકવાસ નજીક રહેણાંક વિસ્તારમાં ટીકા નં.14/2માં કોર્મિશયલ બાંધકામ માટે પાલિકાએ પટેલ કૈલાશબેન ભીખાભાઈને મંજૂરી આપી હતી. તેઓ મંજૂર બિલ્ડિંગ પ્લાન વિરુદ્ધ બાંધકામ કરતાં હોવાનું પાલિકાના ધ્યાને આવતાં પાલિકાએ બિલ્ડરને નોટિસ ફટકારી 3 દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરી લેખિતમાં જાણ કરવી અને જો તેમ નહીં કરાય તો પાલિકા બિલ્ડરના ખર્ચે અને જોખમે ગેરકાયદે બાંધકામ દૂર કરશે તેમ જણાવ્યું હતું. તેમ છતાં બાંધકામ ચાલુ રાખી પાલિકાની નોટિસની ઐસી તૈસી કરતાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...