આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની વકી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતલાસણામાં ચાર ઇંચ વરસાદ: રાજકોટ, મોરબીમાં દોઢથી અઢી ઇંચ પાણી

ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્રમાં મેઘમહેર

અમદાવાદ | સમગ્રરાજ્યમાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશન સક્રિય થયું છે, જેને પગલે 27મી જૂનથી સમગ્ર રાજ્યમાં નૈઋત્યનું ચોમાસાએ ગુજરાતને આવરી લીધું છે. જેથી આગામી પાંચ દિવસો દરમિયાન રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની વકી હવામાન વિભાગે વ્યકત કરી છે. ખાસ કરીને રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે તેમજ અન્ય તમામ વિસ્તારોમાં મધ્યમથી હળવો વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા 28મીથી દિવસ સુધી રાજ્યમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફશોર સિસ્ટમ અને સાયક્લોનિક ...અનુસંધાન પાના નં. 9

સર્ક્યુલેશનને કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ઉપરાંત અલગ અલગ બે સિસ્ટમ સક્રિય થઇ હોવાથી આગામી સપ્તાહમાં પણ વરસાદી હેલી યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઇ છે.

હવામાન વિભાગનાં આંકડાઓ મુજબ, છેલ્લાં બે દિવસથી અમદાવાદમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ અને ઠંડા પવનો વચ્ચે પડતાં ઝરમર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધ્યું છે. જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.9 ડિગ્રી ગગડીનવે 33.9 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન પણ 2.9 ડિગ્રી ઘટીને 24.2 ડિગ્રી નોંધાયું હતું. તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 8.30 કલાકે 97 ટકા અને સાંજે 5.30 કલાકે 92 ટકા નોંધાયું હતું, પણ દિવસ દરમિયાન વરસાદ પડતાં વાતાવરણમાં બફારા અને ઉકળાટથી લોકો પરેશાન થઇ ગયા હતા. મોડી સાંજે પડેલાં વરસાદી ઝાપટાને કારણે ઠંડક થતાં લોકોએ બફારા અને ઉકળાટથી મુક્તિ મેળવી હતી. આગામી પાંચ દિવસો દરમિયાન અમદાવાદમાં મધ્યમથી હ‌ળવો વરસાદ પડવાની શક્યતા છે. જેમાં 28 અને 29 જુનનાં રોજ મધ્યમ તેમજ 30 જુન અને 1લી જુલાઇએ હળવો વરસાદ અને ત્યારબાદ વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે.

સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા પર સર્જાયેલાં અપર એર સાયક્લોનીક સરક્યુલેશને રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોને આવરી લેતાં આગામી પાંચ દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં ખાસ કરીને રાજ્યનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જો કે, વરસાદે સમગ્ર રાજ્યને આવરી લેતાં વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ વધતાં મહત્તમ તાપામાન 37 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...