અમૃતસર ગુરુદ્વારામાં પત્ની સાથે સફાઈ કામ કરતો હતો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મનજીતસિંઘની ધરપકડથી ઘરફોડના પણ ગુના ઉકેલાયા

મોર્નિંગ વોકરને નિશાન બનાવતો ચિખલીગર ગેંગનો સૂત્રધાર ઝબ્બે

ઘરફોડચોરી ઉપરાંત મોર્નીંગ વોકરને નિશાન બનાવી લૂંટ આચરતી ચીખલીગર ગેંગનો મુખ્ય સરદાર મનજીતસિંગ ધરમસિંગ જુનીને ક્રાઈમ બ્રાંન્ચની ટીમે ઈન્દીરા બ્રીજ સર્કલ પાસેથી ઝડપી લીધો છે. આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે પત્નિ સાથે પંજાબના અમૃતસર ગુરૂદ્વારામાં રહી સાફ-સફાઈ કરતો હતો. સમયાંતરે મનજીતસિંગ ગુજરાત ખાતે આવી પોતાની ગેંગ સાથે ગુન્હાને અંજામ આપતો હતો. ઉલ્લેખનિય છે કે, મનજીતસિંગ વિરૂધ્ધ ગુજરાત રાજ્યમાં 50 થી વધારે ગુન્હાઓ નોંધાયેલા છે.

ક્રાઈમ બ્રાંન્ચના પીઆઈ એસ.એલ.ચૌધરીના જણાવ્યા અનુસાર, ચીખલીગર ગેંગનો મુખ્ય સાગરીત મનજીતસિંગ જુની પોતાના સાગરીતો સાથે મળી છેલ્લા અઢી વર્ષ દરમિયાન અમદાવાદ,કલોલ, કડી, અંકલેશ્વર,બોરસદ, ધંધુકા, પ્રાંતિજ, હિંમતનગર, બાયડ, તલોદ, આણંદ અને નડિયાદ ખાતે ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો છે. જ્યારે કલોલ અને કડી ખાતે મોર્નીંગ વોક કરનારાઓના દાગીનાની લૂંટ ચલાવતા હતા. તમામ ગુનામાં મનજીતસિંગ વોન્ટેડ હતો. મનજીત પોલીસથી બચવા માટે સરદાર હોવા છતા પોતાના વાળ કાપી પંજાબના અમૃતસર ખાતેેના ગુરૂદ્વારામાં પોતાની પત્ની સાથે રહી સાફ-સફાઈ કરતો હતો.

અન્ય સમાચારો પણ છે...