તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • નાનીકડીની ગુમ બાળકી આંબલિયારા રામાપીરના આશ્રમમાંથી મળી આવી

નાનીકડીની ગુમ બાળકી આંબલિયારા રામાપીરના આશ્રમમાંથી મળી આવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નાનીકડી સ્થિત સંતરામ સીટીમાં રહેતી બાળકી શનિવારે ગુમ થતાં કડી પોલીસે શહેરના વિવિધ વિસ્તારનાં સીસીટીવી ફૂટેજ ચકાસી ટીમો દોડાવતા મધરાતે થોળ રોડ સ્થિત આંબલીયારા ગામ નજીક રામાપીરના આશ્રમમાંથી મળી આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

નાનીકડીની ધોરણ 7માં અભ્યાસ કરતી 12 વર્ષની બાળકી ગુમ થઈ જતા પોલીસે અપહરણનો ગુનો નોંધી પી.એસ.આઈ ભટ્ટને તપાસ સોંપી હતી. દરમિયાન રવિવારે રાત સુધીમાં સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ નર્મદાની મુખ્ય કેનાલ વિસ્તારમાં આશરે 50 કિ.મી સુધી સઘન શોધખોળ આદરેલ પરંતુ પત્તો ન લાગતાં છાત્રા સાયકલ લઈને કઈ દિશા તરફ નીકળી છે તેની ચોક્કસ ચકાસણી કરતા થોળ રોડ તરફ જતી સીસીટીવી ફૂટેજમા જણાઈ હતી. ત્યારબાદ પોલીસની ટીમો બનાવીને થોળ રોડ પરના ગામડાઓ તપાસવાનુ શરૂ કરી હતી. મધરાતે થોળ પાસેના આંબલીયારા ગામ નજીક રામાપીરના આશ્રમમાં બાળકી હોવાનુ જાણવા મળ્યુ હતો. જે બાદ પોલીસે તાત્કાલિક પરિવારને સાથે લઈ પહોંચી જતાં બાળકીને આશ્રમમાં સૂઈ ગયેલી જોઈને પરિવારે હાશકારો અનુભવ્યો હોવાનુ પી.આઈ ગઢવીએ જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...