• Gujarati News
  • સાઇકલ લઇ જવા બાબતે યુવક ઉપર લાકડી વડે હુમલો

સાઇકલ લઇ જવા બાબતે યુવક ઉપર લાકડી વડે હુમલો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાવડનગરી દરવાજા વિસ્તારમાં આવેલા મસ્તાન નગરમાં રહેતા ફકીર આનમહંમદ જાનમહંમદને શનિવારના રોજ તેમના મહોલ્લામાં રહેતા ઇમામશા બચુશા ફકીર તું કેમ મારી સાયકલ લઇને ગયો છે તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આથી આનમહંમદે અપશબ્દો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ ગયેલા ફકીર મહેબુબશા ગટરમહંમદ, ફકીર ઇમામશા બચુશા અને સલીમશા મહંમદશાએ લાકડી તેમજ ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે અાનમહંમદે વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ત્રણેય જણા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.