• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Kadi
  • ધાનેરા અને ઇન્દ્રામાણા ગામમાં છૂટાછેડાની તકરાર, ફરિયાદ

ધાનેરા અને ઇન્દ્રામાણા ગામમાં છૂટાછેડાની તકરાર, ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધાનેરાઅને ઈન્દ્રામાણામાં છૂટાછેડાની તકરાર થતાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી.

કાંકરેજના ધાનેરા અને ઇન્દ્રમાણામાં લેતી-દેતી મામલે જેબરબેન દેસાઇને સુંડાભાઇ ખુમાભાઇ દેસાઇ, નવઘણભાઇ દાનાભાઇ દેસાઇ, બાબુભાઇ હીરાભાઇ દેસાઇ (ત્રણેય રહે. ઇન્દ્રમાણા) તેમજ મોહનભાઇ લીલાભાઇ દેસાઇ (રહે. દિયોદર) કહ્યું કે ‘તારા દિયરના દિકરાના લગ્ન અમારા ગામની આશાબેન સાથે કરેલ છે. અને સમાજના રીતે છૂડાછેડાની વાતચીત કરી અપશબ્દો બોલી ચારેય જણાએ ઉશ્કેરાઇ જઇ લાકડી અને ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી જેબરબેન દેસાઇએ ચારેય વિરુદ્ધ શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામે પક્ષે ઇન્દ્રમાણાના દેસાઇ બાબુભાઇ હરિભાઇ ધાનેરા ગામે ભેંસોની ખરીદી માટે મોટરસાયકલ લઇ જઇ ઉભું રાખતાં રમેશભાઇ હેમાભાઇ દેસાઇ, હજાભાઇ વેરસીભાઇ દેસાઇ, બભાભાઇ લેબાભાઇ દેસાઇ, કૌશિકભાઇ રમેશભાઇ રબારી (તમામ રહે. ધનેરા) આવી ‘આશાબેનનું છુટું કરતા નથી અને વ્યવહારના પૈસા માગો છો’ તેમ કહી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી મારમારતાં ફરિયાદ નોંધાવી હતી. આમ બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવા પામી હતી.